અમદવાદ: હાઈકોર્ટે જાહેરહિતની અરજીમાં કરવામાં આવેલી રજૂઆત પર અવલોકન કરતાં કહ્યું કે ઘણા કેદીઓ વચગાળા જામીન પર બહાર છે જ્યારે જેલ સત્તાધીશો સમક્ષ સરેન્ડર થાય ત્યારે જેલ સત્તાધીશોએ આરોપીના શરીરનું તાપમાન અને અન્ય વસ્તુઓની ખાતરી કરવી અને નિયમોને અનુસરવું જોઈએ.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં વધુમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના મહામારીને લીધે જેલમાં બંધ કેદીઓને પણ કોરોના થઈ રહ્યો છે, ત્યારે તેમના સ્વાસ્થ્યને પણ જોખમ છે ત્યારે તેમની વચગાળા જામીન અને પેરોલ વધારવામાં આવે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીના આધારે કોર્ટે કાચાકામના કેદીઓના વચગાળા જામીન 45 દિવસ સુધી વધારી આપ્યાં હતાં.