ETV Bharat / city

હાઈકોર્ટે આત્મનિર્ભર લોન યોજના હેઠળ શરતોમાં ફેરફાર કરવાનો સરકારને આદેશ કર્યો - આત્મનિર્ભર લોન યોજના

રાજ્યમાં અનલૉક 1.0ની જાહેરાતના ત્રણ મહિના બાદ પણ રોજ કમાઈને ખાનાર રિક્ષાચાલક વર્ગને કોરોના ભયના કારણે પેસેન્જર્સ ન મળતાં અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ આર્થિક સહાય કરે તેવી માગ સાથે દાખલ કરાયેલી અરજી પર બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આત્મનિર્ભર લોનની શરતોમાં ફેરફાર કરવાનો આદેશ કર્યો છે જેથી સામાન્ય લોકો પણ તેનો લાભ લઇ શકે.

હાઈકોર્ટે આત્મનિર્ભર લોન યોજના હેઠળ શરતોમાં ફેરફાર કરવાનો સરકારને આદેશ કર્યો

author img

By

Published : Sep 16, 2020, 8:23 PM IST

અમદાવાદઃ રિક્ષાચાલક વર્ગ તરફથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ખેમરાજ કોષ્ટિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકાર આત્મ નિર્ભર લોન યોજના હેઠળ 1 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે તો ગરીબ રિક્ષાચાલક વર્ગને પણ નોટિસ આપવામાં આવે. હાઈકોર્ટે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને આત્મનિર્ભર લૉન યોજના હેઠળની શરતોમાં ફેરફાર કરવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટે આત્મનિર્ભર લોન યોજના હેઠળ શરતોમાં ફેરફાર કરવાનો સરકારને આદેશ કર્યો
હાઈકોર્ટે આત્મનિર્ભર લોન યોજના હેઠળ શરતોમાં ફેરફાર કરવાનો સરકારને આદેશ કર્યો
ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેટલાક વર્ગના લોકોને સહાય મળવાપાત્ર હોય છે તેમ છતાં આપવામાં આવી નથી. તેલંગાણામાં આવી આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા રિક્ષાચાલકોને સરકાર દ્વારા ૫૦ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે. જ્યારે કર્ણાટક સરકાર મહિને પાંચ હજાર રૂપિયાનું વળતર ચુકવી રહી છે. રાજ્યમાં રિક્ષાચાલકોની સરેરાશ આવક 12 થી 15 હજારની છે જોકે અત્યારે તેમાં 78 થી 81 જેટલો ઘટાડો જોવા મળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માગ કરાઇ છે કે ગુજરાત સરકાર પણ આર્થિક સમસ્યાનો સામનો કરી રહેલા રિક્ષાચાલક વર્ગને આર્થિક સહાય આપે જેથી કરીને તેઓ સંકટના સમયનો સામનો કરી શકે. અરજદાર રાજવીર ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. નોંધનીય છે કે રાજ્યમાં બેરોજગારી અને આર્થિક સલામતીને લીધે લોકોએ આપઘાત કર્યો હોવાનો પણ ઘણા કિસ્સા સામે આવ્યાં છે.કોરોના વધુ ન વકરે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર રીતે દેશના અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ પ્રમાણે માર્ચથી મે મહિના સુધી લૉકડાઉન જાહેર કર્યું હતું. જોકે આ સમયગાળા દરમિયાન ધંધોરોજગાર બંધ રહેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેમાં રોજ કમાઈને ખાતાં રિક્ષાચાલક વર્ગનો પણ સમાવેશ થાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.