- હાઈકોર્ટની મનાઈ છતાં નિમણૂક કરતા અગ્ર સચિવને કોર્ટની ફટકાર
- શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સહિત ત્રણ અધિકારીઓ હાઇકોર્ટમાં રહ્યા હાજર
- હાઈકોર્ટે કહ્યું અમે રાજકીય ભાષણ આપતા નથી
- ખાતાકીય તપાસનું બહાનું કેટલા વર્ષો સુધી કાઢશો?
અમદાવાદ: ભારતના બંધારણમાં ન્યાયના અવમાન થવાની સામે કડક કાર્યવાહી કરવા અધિકાર આપવામાં આવ્યો છે. ન્યાયાલયમાં એવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે કે જ્યારે ન્યાયાલયના હુકમનું પાલન ન થતાં ઠપકો આપ્યો હોય આવો જ એક કિસ્સો કે જ્યાં અમદાવાદ ગવર્મેન્ટ પોલિટેકનિકમાં HODની જગ્યા પર નિમણુક મામલે હાઈકોર્ટે આદેશનું પાલન ન થતાં શિક્ષણ વિભાગ (Department of Education)ના પ્રિન્સિપલ સેક્રેટરીનો ઉઘડો લીધો હતો.
આ પણ વાંચો: નર્મદા નદીમાં વધતા જતા પ્રદૂષણને લઇ ગુજરાત હાઇકોર્ટ ચિંતિત, ગ્રીન ટ્રિબ્યુનલ પશ્ચિમ બેચને સોંપ્યો કેસ
ખાતાકીય તપાસનું બહાનું કેટલા વર્ષો સુધી કાઢશો?
ગુજરાત ગવર્મેન્ટ પોલિટેકનિક માં એચઓડી ની જગ્યા ઉપર નિમણૂક કરવા મામલે હાઇકોર્ટે અગાઉ મનાઈ હુકમ કર્યા છતાં સરકારે તે જગ્યા ઉપર એ નિમણૂક કરી દેતા હાઈકોર્ટે શિક્ષણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સાથે ત્રણ અધિકારીને રૂબરૂ હાજર કર્યા હતા. હાઈકોર્ટેનો હુકમ હોવા છતાં તેને ગંભીરતાથી ન લેતા સેક્રેટરીને ટકોર કરી હતી (The High Court asked the Principal Secretary) કે આ કોઈ રાજકીય ભાષણ નથી કે તમે અમારા આદેશને ગંભીરતાથી ન લો અને, ખાતાકીય તપાસનું બહાનું કેટલા વર્ષો સુધી કાઢશો? કેટલા વર્ષો સુધી ખાતાકીય તપાસ ચલાવશો?
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટે 'રેરા એપલેટ ટ્રિબ્યુનલ'માં ખાલી પડેલી જગ્યા ભરવા બાબતે સરકાર પાસે માંગ્યો જવાબ