ETV Bharat / city

Garima Cell : ગુજરાત સરકારે કર્યો ગરિમા સેલનો પ્રારંભ, જાણો શું છે ગરિમા સેલ યોજના

ગુજરાત સરકારની ફરી એક નવી પહેલ સામે આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગરિમા (Gujarat government Garima Cell) સેલનું ઈ લોન્ચિંગ કર્યું છે. ગરિમા સેલ એ રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રને લઈને સ્થાપના કરવામાં આવી છે. ત્યારે જાણો શું છે ગરિમા (Garima Cell) સેલ વિગતવાર.

Garima Cell : ગુજરાત સરકારે કર્યો ગરિમા સેલનો પ્રારંભ, શું છે ગરિમા સેલ જાણો

author img

By

Published : Jul 8, 2022, 5:29 PM IST

અમદાવાદ : ભારત સરકારની જાહેર કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના (Gujarat government Garima Cell) અમલીકરણ માટે ગુજરાત પ્રયત્ન કરી રહ્યું છે. તેના ભાગરૂપે સરકારે દેશ પ્રથમ એજ્યુકેશન ક્વોલિટી એન્ડ મોનીટરીંગ સેલ-ગરિમા તૈયાર કર્યો છે. તેને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગરિમા સેલનું ઇ લોન્ચિંગ થયું છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ (Garima Cell Established) શૈક્ષણિક સંસ્થાઓને વિવિધ પ્રકારના રેટિંગ અને રેકિંગ મેળવવામાં માર્ગદર્શક સંસ્થા ગરિમા સેલનું ઇ-લોન્ચિંગ સાયન્સ સિટી ખાતેથી કર્યું હતું.

ગુજરાત સરકારે કર્યો ગરિમા સેલનો પ્રારંભ

શિક્ષણ ક્ષેત્રે નવો બદલાવ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવી ઉર્જા, નવી દિશા આપવામાં ગરિમા સેલ એક ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોહિતમાં પરિણામલક્ષી કાર્યક્રમો કરવાની શીખવેલી નીતિરીતિ આપણે જાળવી રાખી છે. 'ગરિમા સેલ' રાજ્યના શિક્ષણ ક્ષેત્રની ગરિમાને વધુ ઉન્નત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આંભને આંબ્યો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઇ રહી છે. ગરિમા સેલની સ્થાપનાથી રાજ્ય સરકારે યાત્રાના એ માર્ગે વધુ એક પગલું ભર્યું છે.

ગરિમા સેલની ચાવીરૂપ ભૂમિકા - વધુમાં CMએ કહ્યું કે, ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ (Garima Cell) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થા કાર્યરત છે. સેક્ટર સ્પેસિફિક એજ્યુકેશન આપતી યુનિવર્સિટી ધમધમે છે. આ સંસ્થાઓને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રેંકિંગ લેવા માટે તૈયાર કરવામાં ગરિમા સેલ ચાવીરૂપ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત દેશમાં કાર્યરત પ્રથમ એવા આ "ગુજરાત એક્રેડિટેશન એન્ડ રેંકિંગ ઇન્સ્ટિટ્યુટ મિકેનિઝમ એન્ડ એરેન્જમેન્ટ- ગરિમા સેલનું" મુખ્યાલય IITE (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન) ખાતે કાર્યરત રહેશે.

આજે 102 યુનિવર્સિટી કાર્યરત છે - આ અવસરે શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (Garima Cell Working) વિકસી રહી છે. નવી ઉપલબ્ધિઓ મેળવી રહી છે. ગુજરાતની ખાનગી તેમજ સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં વિદેશના સેંકડો વિદ્યાર્થીઓ આવી અભ્યાસ કરી રહ્યા છે. ગરીમા સેલ રાજ્યની આવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને સંસ્થાઓની ગુણવત્તા જાળવવામાં મદદરૂપ બનશે. ગુજરાતમાં બે દાયકા પહેલા આઠ યુનિવર્સીટીઓ કાર્યરત હતી. જે આજે વધીને 102 થઈ છે.

આ પણ વાંચો : બોગસ એડમિશન રદ કરવાની સરકારમાં સિસ્ટમ નથી : જીતુ વાઘાણી

"ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની કાયાપલટ થશે" - શિક્ષણ રાજ્યકક્ષાના પ્રધાન કુબેર ડીંડોરે જણાવ્યું કે, ગરીમા સેલ કાર્યરત થવાથી રાજ્યના શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી (Revolutionary Education in Gujarat) પરિવર્તનો આવશે અને ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાઓની કાયાપલટ થશે. રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રેટિંગ એન્જસીઓ થકી સુપેરે મૂલ્યાંકન કરાવવામાં આ સેલ સહાયરૂપ બનશે. વધુમાં કહ્યું કે, ગરીમા સેલ એક નવી પહેલ છે. જે રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અત્યાધુનિક અને સમયાનુકુળ શિક્ષણ આપવાના માર્ગે હરણફાળ ભરવામાં માર્ગદર્શક બની રહેશે. શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોને જરૂરી તાલીમ માર્ગદર્શન આપી ગરીમા સેલ મદદરૂપ બનશે.

ગુજરાતના સર્વાંગી વિકાસની ચર્ચા - ચંડીગઢ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સતનામ સિંઘ સંધુએ કહ્યું કે, ગુજરાત સરકાર અને તેના શિક્ષણ વિભાગની કામગીરી અને અભિગમ ખૂબ જ પ્રશંસનીય છે. દેશના કોઈપણ રાજ્યમાં જ્યારે જઈએ છીએ, ત્યારે ગુજરાતના સર્વાંગી વિકાસની ચર્ચા (E launch of Garima Cell Science City) અવશ્ય સાંભળીએ છીએ. ગરિમા સેલથી ગુજરાત ટોપ રેન્કર અને ટોપ રેટેડ યુનિવર્સિટીઝ દેશને આપશે.

આ પણ વાંચો : સુરતમાં સરકારી કહેવાતી સ્કૂલોમાં કઈ કઈ સુવિધાઓ છે કે જે ખાનગી સ્કૂલમાં નથી

MOU દ્વારા પાર્ટનરશીપ કરાશે - ઉલ્લેખનીય છે કે, ગરિમા સેલ ‘ઉચ્ચ શિક્ષણ ગુણવત્તા કેન્દ્ર’ થકી ફરજો નિભાવશે. ગુજરાત રાજ્યની વધુને વધુ સંસ્થાઓ વિશ્વસ્તરે, રાષ્ટ્રીય સ્તરે તેમજ રાજ્ય કક્ષાએ ઉપરાંત NIRF, ARIIA જેવા નોંધપાત્ર રેન્કીંગ પ્રાપ્ત કરે તે માટે ગરિમા દ્વારા આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ અને યુનિવર્સિટીઝ સાથે MOU દ્વારા પાર્ટનરશીપ કરવામાં આવશે. આગામી વર્ષોમાં યોગ્ય તાલીમ અને માર્ગદર્શન થકી રાજ્યની 100 ટકા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ એક્રેડીટેશન મેળવે તેવા લક્ષ્યને સિદ્ધ કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના શુભ હસ્તે ‘વિદ્યા સુરભિ’ (જ્ઞાન સુરભી) પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. ચંદીગઢ યુનિવર્સિટી સાથે MOU (Gujarat Chandigarh MOU) એક્સચેન્જ કરવામાં આવ્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.