- આજે ઝવેરચંદ મેઘાણીનો 125મો જન્મદિવસ
- રાજ્ય સરકાર દ્વારા યોજાવામાં આવ્યો કાર્યક્રમ
- આમંત્રણ પત્રિકામાં મેઘાણીની જગ્યાએ પ્રધાનનો ફોટો
- વિપક્ષે કર્યા સરકાર પર તીખા પ્રહાર
અમદાવાદ: ગુજરાતના જાણીતા કવિ ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં કસુંબીનો રંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંગે નિમંત્રણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો ફોટો અને પરિવારના એક પણ સભ્યનું નામ ન લખવામાં આવતા રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસ અને આપ બન્ને પક્ષઓ ભાજપને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે.
પત્રિકામાં મેઘાણીની જગ્યાએ પ્રધાનનો ફોટો
આપના નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું કે," રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુએ જેમને 'રાષ્ટ્રીય શાયર'નું બિરૂદ આપ્યું હતું એવા ગુજરાતના ગૌરવ સમા કવિવર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ 28 ઓગસ્ટના રોજ છે. ગુજરાત સરકાર દ્વારા આ પ્રસંગે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે 'કસુંબીનો રંગ' નામથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે પણ પ્રચારમાં પાગલ બનેલી સરકારે કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં ઝવેરચંદ મેઘાણીનો ફોટો જ ન રાખ્યો. પોતાના પ્રધાનઓના ફોટા હોય અને મેઘાણીનો ફોટો જ નહીં"? રાકેશ હિરપરાએ વધુમાં જણાવ્યું કે," ભાજપે હંમેશાથી ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના મહાપુરુષોને કલંકિત કરવાનું કર્યું કર્યું છે. ભાજપે માતૃભાષાના આ અપમાન બદલ ગુજરાતની માફી માંગવી જોઈએ"
આ પણ વાંચો : આ બહારવટીયા પરની ગુજરાતી ફિલ્મને આઝાદીના અમૃત મહોત્સવમાં મળ્યું સ્થાન
ભાજપને સત્તાનો આવો તો કેવો નશો - જયરાજસિંહ પરમાર
કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે," ભાજપ સત્તામાં નશામાં ચૂર છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી આ ભાજપ આજે નશામાં હોવાનું સાબિત થઈ ગયું છે. ઝવેરચંદ મેઘાણી જેવા મહાન કવિ જેમની કવિતાઓ અને પંક્તિઓ દેશને દુનિયા આજે પણ વખાણે છે. જેમને ગિરનારની ગોદમાં બેઠા બેઠા ચારણ કન્યાને જોઈએ આખી કવિતાની રચના કરી હતી. જેને લઈ સૌ ગુજરાતીઓને ગૌરવ કરે છે. પરંતુ કમનસીબે આજે ગુજરાતમાં ભાજપ સત્તાના નશામાં જબરદસ્ત બેભાન થઈ ગઈ છે. જેઓની ઉજવણી કરવા જઈ રહ્યા છે. તેઓનો ફોટો પણ ન મુક્યો તે સૌથી મોટી દુર્ભાગ્ય ઘટના કહી શકાય છે. પોતાના તાયફા અને રંગ બતાવવા માટે થઈ આમંત્રણમાં પોતાનો ફોટો મૂકી દીધો પરંતુ ઝવેરચંદ મેઘાણીનો ફોટો તો નહીં પરિવારના સભ્યોનું નામ પણ ન લખ્યું ખરેખર ખુબજ દુઃખદ બાબત કહી શકાય છે". આ અંગે થઈ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અને ફોટામાં રહેતા તમામ લોકોએ મેઘાણી પરિવારની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે બંધારણ નિર્માણ પર ફિલ્મ પોસ્ટર્સનું કર્યુ અનાવરણ, ગુજરાતી ફિલ્મને પણ મળ્યું સ્થાન