- મેડિક્લેમની પૂરી રકમ આપવા કોર્ટનો આદેશ
- રિઝનેબલ કસ્ટમર ચાર્જીસના ધોરણ વિશે ઇન્સ્યોરન્સ કંપની જણાવી ન શકી
- રકમ 7 ટકા વ્યાજ સાથે ગ્રાહકને આપવા માટે આદેશ કર્યો
વીમા કંપનીઓને બોધપાઠ ભણાવતાં કોર્ટે પોતાના ચૂકાદામાં જણાવ્યું છે કે સર્જન ચાર્જીસ, ઓપરેશનલ ચાર્જીસ, ટ્રીટમેન્ટ ચાર્જીસ ડોક્ટરે ડોક્ટરે અને હોસ્પિટલ હોસ્પિટલે બદલાતાં હોય છે. તેથી તેની કોઈ એક સ્ટ્રેટેજી કે ફોર્મ્યુલા ન હોઇ શકે. વધુમાં રિઝનેબલ કસ્ટમર ચાર્જીસનું શું ધોરણ છે તે પણ ઇન્સ્યોરન્સ કંપની બતાવી શકી નથી તેથી ફરિયાદીને તેની હકદાર રકમ મળવાપાત્ર છે.
શું છે સમગ્ર મામલો?
અમદાવાદના ગોતામાં રહેતા રાજેશકુમાર શાહ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડ ખાતે 3 લાખ રૂપિયાની પોલીસી કરાવી હતી. જેમાં તેમને જમણા ખભાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં 1 લાખ 5 હજાર 587 રૂપિયાનો ખર્ચ આવ્યો. આ અંગે ફરિયાદીએ પોલીસી ક્લેઇમ કરતા ઇન્સ્યોરન્સ કંપનીએ 18106 કે જે હોસ્પિટલ દ્વારા રિજનેબલ રિસ્ટરીક્નના ન ચૂકવતા ગ્રાહકે કોર્ટમાં વ્યાજ વળતર અને ખર્ચ માટે ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદીએ ક્લેઇમ ડિસ્ચાર્જ વાઉચર રજૂ કરતા તેમાંથી 87 હજાર 481 ચૂકવી આપવામાં આવ્યાં હતાં જ્યારે 18,106 ની કપાત કરવામાં આવી હતી. જેમાંથી 1600 રુપિયાના મેડિકલ આઈટમ, 1500 રૂપિયા સર્જન ચાર્જના કાપવામાં આવ્યાં હતા.
આ પણ વાંચોઃ LIVE: વીમા કંપની સામે ગ્રાહક સુરક્ષા ભવને કોર્ટમાં કેસ દાખલ કરતાં 82,000 રૂપિયા પરત કર્યા
આ પણ વાંચોઃ અમદાવાદઃ વીમા કંપનીની આડોડાઈ સામે 4 લાખનું વળતર જીત્યાં મહિલા દર્દી, સજાગ કરતો કિસ્સો