ETV Bharat / city

પોલીસ કોન્સ્ટેબલ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં

અમદાવાદના ચામુંડા બ્રિજ વિસ્તાર પાસે અજાણ્યાં ઈસમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પર ચપ્પાના ઘા મારી હત્યા કરવાના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી સની પટણીના જામીન ફગાવી દીધાં છે.

પોલીસ કોન્સ્ટેબલ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં
પોલીસ કોન્સ્ટેબલ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં
author img

By

Published : Aug 14, 2020, 6:51 PM IST

અમદાવાદઃ અરજદાર આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તેને ગુજરાત હાઇકોર્ટ વચગાળાના જામીન આપવામાં આવ્યાં છે અને તેની સામે હજી ગુનો પુરવાર થયો નથી ત્યારે તેને જમીન આપવામાં આવે. આરોપીની ઉંમર પણ નાની હોવાથી તેને જામીન આપવા રજૂઆત કરવામાં આવી હતી. કોરોના મહામારીને લીધે હવે ટ્રાયલમાં પણ સમય લાગશે જેથી આરોપીને જામીન આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.

પોલીસ કોન્સ્ટેબલ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં
સરકારી વકીલ નીલેશ લોધા તરફે દલીલ કરાઈ હતી કે આરોપી સામે ગંભીર પ્રકારના ગુના દાખલ કરવામાં આવ્યાં છે અને તેની સામે પ્રથમ દ્રષ્ટિએ ગુનો પુરવાર થાય છે. આરોપી વિરુદ્ધ એસસી-એસટી એક્ટ હેઠળ પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ હતી.આ સમગ્ર કેસની વિગત એવી છે કે ૨૩ મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રવીન્દ્ર રાજા નામના પોલીસ કોન્સ્ટેબલ ચામુંડા બ્રિજ પાસે આવેલી નોનવેજની લારીએ ખાવાનુ ખાઈ રહ્યાં હતાં ત્યાં આરોપી અને અન્ય ઈસમો આવી ચપ્પાના ઘા મારી તેમનું મોત નીપજવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.