અમદાવાદ: થોડાક દિવસ પહેલાં લૉક ડાઉનનું પાલન કરવા ગયેલી પોલીસ ટીમ પર જૂહાપુરાના ગુલાબનગર ખાતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યાં હતાં અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ પોલીસે ૨૩ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા તમામ આરોપીઓ જામીન મેળવવા માટે અમદાવાદ મીરજાપુર ગ્રામ્ય કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે બુધવારે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કેસની સુનાવણી હાથ ધરી હતી અને તેમાં તમામ આરોપીઓના જામીન મંજૂર કરી દીધાં હતાં.