અમદાવાદ: ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા રાજ્ય સરકાર પર આક્ષેપ કરી જણાવવામાં આવ્યું હતું કે, કોરોનાકાળમાં અનેક લોકોએ પોતાના પરિવારનો આધાર ગુમાવ્યો હતો. તે સમયગાળામાં સરકારે ટેસ્ટિંગના આંકડા છુપાવ્યાં હતાં. હોસ્પિટલના બેડના આંકડા પણ છુપાવ્યાં હતાં. જનતાને ભ્રમમાં રાખી રહી હતી, ત્યારે સરકારને જ્યારે સુપ્રીમ કોર્ટે ફટકાર આપી ત્યારે સરકારે પોતાની ભૂલ સ્વીકારી હતી.
કોરોનામાં 1 લાખથી વધુ લોકોના મોત: કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા આક્ષેપ મુકવામાં આવ્યો હતો કે, કોરોનાના કપરા સમયગાળામાં ગુજરાતમાં રાજ્ય સરકારની બેદરકારીથી 1 લાખથી વધુના મોત થાય હતા. ત્યારે સરકાર માત્ર મોતના આંકડા 10 હજાર જ બતાવી રહી હતી. કોરોના 86 હજારથી વધારે લોકોને સહાય સરકારે સહાય ચૂકવી હતી. તે સમયે પણ કોંગ્રેસે ટકોર કરી હતી કે, ભાજપ સરકાર મોતના આંકડા છુપાવી રહી છે. અંતે સુપ્રીમ કોર્ટની ફટકારથી ભાજપ સરકારની સચ્ચાઇ જનતાની સામે આવી હતી.
આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે કવાયત ધરી હાથ, શું શંકરસિંહ અને નરેશ પટેલ આપશે સાથ ?
કોંગ્રેસ યોજાશે ન્યાયયાત્રા
ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી 7 ફેબ્રુઆરીથી 8 મહાનગરપાલિકા, 33 જિલ્લામાં કોરોનાનામાં જીવ ગુમાવનારાં પરિવારને સાથે રાખીને પદયાત્રા કરીને કલેક્ટરને પીડિત પરિવારને જલ્દી સહાય મળે, કોરોનાના સાચા આંકડા જાહેર કરવામાં આવે તેવા આવેદન સાથે ન્યાયયાત્રા કાઢવામાં આવશે. કોરોનાના જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને 4 લાખનું વળતર આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષની માંગણી કરવામાં આવશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે ફટકાર કરી હતી કે, પીડિત પરિવારજનો સરળતાથી અરજી કરી શકે અને જલ્દીથી રાહત થાય તેવી માંગણી સાથે ન્યાયયાત્રા કાઢવામાં આવશે.
આ પણ વાંચો: AAPમાં ભંગાણ, સુરત ‘આપ’ના પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની 'બી' ટીમ ગણાવી
ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડ્યું છે. સુરતના 5 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. જેને લઈને ગુજરાત કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની 'બી' ટીમ ગણાવી છે. 5 કોર્પોરેટર ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. ગુજરાત કોંગ્રેસ આમ આદમી પાર્ટી ભાજપની 'બી' ટીમ ગણાવી હતી. ભાજપ સરકાર ધાક, ધમકી અને ખરીદવાની રાજનીતિ કરી રહી છે. સાથે સાથે કેજરીવાલ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તમે મતનું વિભાજન કરીને જનતા સાથે છેતરપીંડી કરી રહ્યો છો. હવે પ્રજા સામે આમ આદમી પાર્ટીની સચ્ચાઇ સામે આવી ગઇ છે. ત્યારે હવે વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા આમ આદમી પાર્ટી ભાજપમાં જોડાઇ બન્ને એક થઇ જાય તો નવાઇ નહિ તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.