ETV Bharat / city

BRTS બસમાં બપોરના સમયે ઓછા પ્રવાસીઓને કારણે ફેરામાં થઈ શકે છે ઘટાડો - BRTS લિમિટેડના જનરલ મેનેજર

સાત જૂનથી અમદાવાદમાં AMTS અને BRTS બસ ફરીથી કાર્યરત કરી દેવામાં આવી છે. લોકોમાં કોરોનાને લઈને આવેલી જાગૃતિના કારણે મોટાભાગે લોકો બિનજરૂરી પરિવહન ટાળી રહ્યા છે. જે કારણે બસના ફેરા પણ ખાલી જઈ રહ્યા છે. આ સ્થિતિને જોતા અમદાવાદ જનમાર્ગે નિર્ણય લીધો છે કે, બપોરના સમયે કે જ્યાં મોટાભાગે BRTS બસ ખાલી જઈ રહી છે, તે બસની ફ્રિકવન્સી ઘટાડવામાં આવશે.

BRTS bus
BRTS bus
author img

By

Published : Jun 16, 2021, 6:33 PM IST

  • બપોરના સમયે BRTS બસની ફ્રીકવન્સી ઘટશે
  • બપોરના સમયે મોટાભાગની BRTS બસો ખાલી મેરા મારે છે
  • ખોટો ખર્ચ ઘટાડવા અમદાવાદ જનમાર્ગ કરશે નિર્ણય

અમદાવાદ : સાત જૂનથી અમદાવાદમાં AMTS અને BRTS બસ ફરીથી કાર્યરત કરી દેવામાં આવી છે, પરંતુ લોકોમાં કોરોનાને લઈને આવેલી જાગૃતિના કારણે મોટાભાગે લોકો બિનજરૂરી પરિવહન ટાળી રહ્યા છે. જે કારણે BRTS બસના ફેરા પણ ખાલી જઈ રહ્યા છે. આ સ્થિતિને જોતા અમદાવાદ જનમાર્ગે નિર્ણય લીધો છે કે, બપોરના સમયે કે જ્યાં મોટાભાગે બસ ખાલી જઈ રહી છે, તે બસની ફ્રિકવન્સી ઘટાડવામાં આવશે. હાલ જ્યાં દર આઠ મિનિટે BRTS બસ આવતી હોય છે, તે આગામી સમયમાં દર પંદરથી વીસ મિનિટે આવશે. ફ્રિકવન્સી માત્ર બપોરના સમયે જ લંબાવવામાં આવી છે. પીકપ સમયે બસની ફ્રિકવન્સી યથાવત જ રહેશે.

અગાઉના સમયની સરખામણીએ બસની દૈનિક આવકમાં ઘટાડો

મહત્વનું છે કે, કોરોના પહેલા BRTSની દૈનિક આવક 19 લાખ રૂપિયા હતી અને દોઢ લાખ લોકો દૈનિક પ્રવાસ કરતા હતા. કોરોનાની પરિસ્થિતિમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા દૈનિક આવક 12 લાખ રૂપિયા BRTSને પ્રાપ્ત થઇ રહી હતી. જે બાદ કોરોનાના બીજા તબક્કા બાદ બસ ફરીથી શરૂ કરતાં હાલ 48 હજાર લોકો પરિવહન કરી રહ્યા છે, જ્યારે તેની સામે આવક 5 લાખ 80 હજાર પ્રાપ્ત થઇ રહી છે. પ્રથમ દિવસે એટલે કે 7 જૂને બસમાં 31 હજાર લોકોએ પ્રવાસ કર્યો હતો, જ્યારે 3 લાખ રૂપિયાની આવક BRTSને પ્રાપ્ત થઈ હતી.

શું કહે છે BRTS લિમિટેડના જનરલ મેનેજર

ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન BRTS લિમિટેડના જનરલ મેનેજર વિશાલ ખનામાએ જણાવ્યું હતું કે, હાલ ધીમે ધીમે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે લોકો પણ સ્વેચ્છાએ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી રહ્યા છે. હાલ મોટાભાગે બપોરની BRTS બસ ખાલી જઈ રહી છે અથવા તો પ્રવાસીઓ સાવ ઓછા છે. એવામાં આગામી સમયમાં બપોરના સમયમાં બસની ફ્રિકવન્સીમા ઘટાડો કરવામાં આવશે. આ ઘટાડો માત્ર બપોરના સમયે કરવામાં આવશે. જ્યારે પીક અવર્સમાં બસના ફેરા યથાવત રાખવામાં આવશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.