અમદાવાદઃ આ ઘટના ઉપર બોલતાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબહેન પંડ્યાએ જણાવ્યું હતું કે, તેઓ આ ઘટનાથી દુઃખી છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર જેવી રીતે ઝડપથી ન્યાયની પ્રક્રિયા અપનાવી રહી છે, ત્યારે આપણે ઝડપી ન્યાયની આશા રાખી શકીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આવા કિસ્સાઓને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ત્રણ મહિના ચલાવીને ગુનેગારોને ત્વરિત સજા મળે તેવું આયોજન કર્યું છે.
આ અંગે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પહેલેથી જ મહિલાઓ માટે વધુ સુરક્ષિત છે. કારણકે, અહીં પોલીસમાં 33 ટકા મહિલા આરક્ષણ છે. મહિલાઓને દરેક સ્તરે યોગ્ય પ્રતિનિધિત્વ મળે છે. 181 અભયમ હેલ્પલાઇન હોય કે મહિલાઓ માટે અલગ પોલીસ સ્ટેશન પણ અહીં બન્યા છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ મહિલા આરક્ષણ છે, જાહેર પરિવાહનમાં મહિલાઓની થતી છેડતીઓ માટે મહિલા ગાર્ડ પણ રાખવામાં આવે છે.