- ચોરે અપનાવી નવી મોડ્સ ઓપરેડેન્સી (Modes operandi)
- ચોરી કરવા 6 કિલો વજન ઘટાડયું
- એવો ચોર કે પોલીસ પણ માથું ખંજવાળવા લાગી
- ઘરની ગ્રીલમાંથી અંદર પ્રવેશવા માટે વજન ઘટાડયું
અમદાવાદઃ ગ્રામ્ય LCB પોલીસે એક એવા ઘરફોડ ચોરની ધરપકડ કરી છે, જેની મોડેસ ઓપરેન્ડી સાંભળી તમે પણ ચોકી ઉઠશો. કારણ કે, ત્રણ મહિનાથી ચોરીના ઈરાદે આ શખ્સે 6 કિલો વજન ઉતાર્યું હતું. અને ત્રણ વર્ષ અગાઉ જ્યાં તે ઘરઘાટી તરીકે કામ કરતો તે જ ઘરમાં ચોરીને અંજામ આપ્યો હતો. વજન ઉતારીને ચોરી કરનાર કોણ છે આ ઘરફોડીયો જોઈએ આ અહેવાલમાં.
આ પણ વાંચો- રાજકોટ: ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરમાં ચોરી, જાણભેદુનો હાથ હોવાની પોલીસને શંકા
પોલીસે આરોપી ચોર પાસેથી 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
રાજ્યભરમાં ઘરફોડ ચોરીના (Burglary) અનેક બનાવ સામે આવ્યા અને આરોપીઓને પૂછપરછ કરતા અનેક નવી નવી મોડેસ ઓપરેન્ડી (Modes operandi) પણ તમે સાંભળી હશે, પરંતુ આ કિસ્સો સાંભળી પોલીસની સાથે તમે પણ ચોંકી ઉઠશો કે, આટલો માસ્ટરમાઈન્ડ (Mastermind) ઘરફોડ ચોર હોઈ શકે, પરંતુ હકીકત છે કે, પકડાયેલ આરોપી મોતી ચૌહાણ છેલ્લા ઘણા સમયથી ઘરઘાટી તરીકે અલગ-અલગ ઘરોમાં નોકરી કરતો હતો. નોકરી તો માત્ર બહાના માટે હતી અને ઈરાદો હતો ઘરમાં મોટો હાથ ફેરો કરવાનું. ચોરી કરવા માટે આરોપી મોતી ચૌહાણે આ ત્રણ મહિનામાં 5થી 6 કિલો વજન પણ ઘટાડ્યું હતું, જેથી કરી ચોરી કરવા ઘરની ગ્રીલમાંથી અંદર પ્રવેશ મેળવી શકે. આ આરોપીએ એક કે બે લાખ નહીં, પૂરા 37 લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ તમામ મુદ્દામાલ તેણે જમીનમાં દાટી દીધો હતો. જોકે, આ તમામ માહિતી તેની પૂછપરછ દરમિયાન થયેલા ખૂલાસામાં સામે આવ્યા હતા.
આરોપીએ ચોરી કરવા રેકી કરી હતી
આ અંગે મળતી માહિતી અનુસાર, દિવાળીના દિવસોમાં બોપલના વસંત વિહારમાં (Vasant Vihar of Bopal) રહેતો વેપારી પરિવાર બહારગામ ગયો હતો. તે દરમિયાન આરોપી મોતી ચૌહાણ (Accused Moti Chauhan) આ ઘરમાં ત્રાટક્યો હતો. આરોપીએ છેલ્લા ઘણા સમયથી ઘરની રેકી કરી હતી. તેમ જ ઘરઘાટી તરીકે કામ કરતા વ્યક્તિના સંપર્કમાં રહેવાનું અને સીસીટીવી કેમેરામાં ન દેખાય તે રીતે પ્લાન બનાવ્યો હતો. આ સાથે જ પોલીસ પકડમાં ન આવે તેનો પણ પ્લાન બનાવ્યો હતો, પરંતુ પોલીસે આખરે આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો- રાજકોટ રૂરલ LCBએ પશુઓની ચોરી કરતી ગેંગ ઝડપી, આ રીતે આપતા ચોરીને અંજામ
પોલીસને શંકા ન જાય તે માટે આરોપી સાઈકલનો ઉપયોગ કરતો
પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીએ એ કબૂલાત કરી હતી કે, તેને ચોરી કરેલો મુદ્દામાલ એક અવાવરું જગ્યાએ દાટીને મૂક્યો છે. અને ચોરી કરવા માટે જાય ત્યારે પોલીસને શંકા ન જાય તે માટે સાઈકલનો ઉપયોગ કરતો હતો. અત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીનો 37 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસ અવારનવાર અપીલ કરી રહી છે કે, પોતાના ત્યાં ઘરઘાટી કે કામ પર રાખનારા વ્યક્તિનું પોલીસની વેબસાઈટમાં અવશ્ય રજિસ્ટ્રેશન કરાવે, જેથી આવા બનાવોનો ભેદ ઉકેલવા સમયે પોલીસને આરોપી શોધવામાં મદદ મળી શકે.