- અમદાવાદની હેરિટેજ સ્કૂલ ફરી બનશે અત્યાધુનિક સ્કૂલ
- 2001ના ભૂકંપમાં સ્કૂલને થયું હતું ભારે નુકસાન
- શાળામાં અપાશે છોકરીઓને સ્કિલ-સ્પોર્ટ્સ સહિત એજ્યુકેશન ટ્રેનિંગ
અમદાવાદ: અમદાવાદ શહેરના ખમાસા વિસ્તારમાં આવેલી 150 વર્ષ જૂની હેરીટેજ સ્કૂલ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવી હતી. આ બિલ્ડીંગને કોટ વિસ્તારમાં રહેતી મધ્યમ અને ગરીબ વર્ગની છોકરીઓ સરળતાથી પોતાની સ્કિલ, સ્પોર્ટ્સ અને એજ્યુકેશન અત્યાધુનિક પ્રકારે મેળવી શકે તે માટે ઇનોવેશન સેન્ટર તરીકે ફરી ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે 3.2 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જ્યારે આગામી બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરવાની ધારણાં જોવા મળી છે.
આ પણ વાંચો- ગુજરાતની ગૌરવસિદ્ધિ : યુનેસ્કો દ્વારા કચ્છના ધોળાવીરાનો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સમાવેશ
કેમ શાળાને છેલ્લા 20 વર્ષથી લાગી ધૂળ?
અત્યાધુનિક પ્રકારે બનાવવામાં આવેલી આ સ્કૂલ અંગ્રેજો દ્વારા અમદાવાદના ખમાસામાં 150 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. તે સમયે ખાસ સ્ત્રી શિક્ષણ માટે આ સ્કૂલનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. પરંતુ કુદરતી આપત્તિ 2001માં અચાનક આવેલા ભૂકંપને લઈ સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે નુકસાન થયું હતું. તે દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ સ્કૂલને બંધ કરી દેવામાં આવી હતી. જેથી છેલ્લા 20 વર્ષથી આ સ્કૂલ હેરિટેજ હાલતમાં પડી રહી હતી. ત્યારબાદ વર્ષ 2018માં LXS ફાઉન્ડેશનને આ સ્કૂલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઈને રીડેવલોપમેન્ટ કરવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ ફાઉન્ડેશન દ્વારા અઢી વર્ષમાં તમામ કોન્સેપ્ટની એક બ્યુ પ્રિન્ટ તૈયાર કરી ગુજરાત રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણપ્રધાને ફાઉન્ડેશનની પ્રશંસા કરીને તેમને રીડેવલોપમેન્ટની કામગીરી માટે LXS ફાઉન્ડેશનને લીલીઝંડી આપી હતી.
અમદાવાદ શહેરમાં કેટલી સ્કૂલોનો હેરિટેજમાં સમાવેશ?
LXS ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષોથી અમદાવાદ શહેરના હેરિટેજ વારસાનું યોગ્ય રીતે જતન થાય અને કોઈપણ પ્રકારની ધૂળ ન લાગે તેવા હેતુસર કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના ઓલ્ડ સીટી વિસ્તારમાં 30થી પણ વધુ શાળાઓ વર્ષો સુધી બંધ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જેની ઇમારતો આજે પણ ખંડેર હાલતમાં રહેલી છે. જ્યારે અમદાવાદ શહેરમાં 100થી પણ વધુ હેરિટેજ ઇમારતો આવેલી છે, જે ઓછામાં ઓછી એક સદી જૂની માનવામાં આવી રહી છે.
કોટ વિસ્તારની છોકરીઓને મળશે અત્યાધુનિક સ્કૂલ
ગુજરાત ચેમ્બર ફાઉન્ડેશન અને LXS ફાઉન્ડેશન વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરના સહયોગથી ગર્લ્સ ઇનોવેશન સેન્ટરનું સંપૂર્ણ નિર્માણ કરવા માટે થઈ MOU કરવામાં આવ્યું છે. ઇનોવેશન સેન્ટર મૂળભૂત રીતે શરૂ કરવા માટે અલગ-અલગ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. જેમાં સ્કીલ સેન્ટર ફોર ટ્રેનિંગ અને કરિયર કાઉન્સેલિંગ અને એક શિષયવૃત્તિ કાર્યક્રમનો પણ સમાવેશ કરવામાં આવશે.
કોટવિસ્તારની છોકરીઓને મદદરૂપ થવાનો મુખ્ય ઉદ્દેશ- સંસ્કૃતિ પંચાલ
LXS ફાઉન્ડેશનના કો-ફાઉન્ડર સંસ્કૃતિ પંચાલે ETV Bharatની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, સોનુ બે પ્રકારનું હોય છે. એક સોનુ ઘરના પ્રસંગોમાં તથા ઘરમાં પહેરવા માટે હોય છે. જ્યારે બીજું સોનુ પોતાના બાળકોના ભવિષ્ય માટે રાખવામાં આવતું હોય છે. આ જ પ્રકારે હેરિટેજએ આપણું ભવિષ્ય છે, જેનું જતન કરવું ખૂબ જરૂરી છે. તેના માટે સ્પેનથી આવેલા LXS ફાઉન્ડેશનના ફાઉન્ડર સાથે મળી અમદાવાદ શહેરમાં રહેલા હેરિટેજ ઇમારતોનું ક્યા પ્રકારે નવીનીકરણ કરી શકાય તે અંગે વિચાર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- લાલ દરવાજાના AMTS બસ ટર્મિનલને અપાશે Heritage look, 6.5 કરોડના ખર્ચે બસ ટર્મિનલની થશે કાયાપલટ
LXS ફાઉન્ડેશને કરી પહેલ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અંગ્રેજ શાસન દરમિયાન નિર્માણ પામેલી હેરિટેજ સ્કૂલ 2001માં ભૂકંપના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. જે બાદ છેલ્લા 20 વર્ષથી આ સ્કૂલ ધૂળ ખાઈ રહી હતી. જેના કારણે LXS ફાઉન્ડેશનને વિચાર આવ્યો કે, આ સ્કૂલને અત્યાધુનિક બનાવી કોટ વિસ્તારમાં રહેતી મધ્યમ અને ગરીબ વર્ગની છોકરીઓ સરળતાથી સ્કીલ ટ્રેનિંગ અને સ્પોર્ટમાં આગળ વધી શકે તેવા હેતુસર બ્લુ પ્રિન્ટ તૈયાર કર્યા બાદ શિક્ષણ પ્રધાનને રજૂ કરવામાં આવી હતી. તેમણે અમને મંજૂરી બાદ અમને આશા છે કે, અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં રહેલી છોકરીઓ કોટ વિસ્તાર છોડીને બહાર નહીં પરંતુ પોતાના જ ઘર આંગણે અત્યાધુનિક સુવિધાઓને ખૂબ જ ઉત્સાહ ભેર જોડાઈ તેવા હેતુથી સ્કૂલનું નિર્માણ બે વર્ષમાં થઈ જશે તેવું લાગી રહ્યું છે.