- ગુજરાતના જાણીતા અભિનેતા તારક મહેતા ફેમ મયુર વાંકાણી કોરોના પોઝિટિવ
- અમદાવાદની એસ.વી.પી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
- ETV Bharat સાથે ટેલિફોનિક વાતમાં તબિયત સારી હોવાનું જણાવ્યું
અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી બેકાબૂ બન્યો છે. ત્યારે, પ્રખ્યાત ધારાવાહિક તારક મહેતા કા ઉલટા ચશ્મા ફેમ સુંદર મામા-મયુર વાંકાણીને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે અને તેને અમદાવાદની એસ.વી.પી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ETV Bharat સાથે ની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું જતું કે લગભગ બે દિવસથી તાવ આવતો હતો અને કોવિડ 19નો ટેસ્ટ કરાવ્યો હતો. આ પહેલાં મેં કામના કારણે ઘણીવાર રેપિડ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો, જેમાં મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે આ વખતે મારો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો: ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 710 પોઝિટિવ કેસ
આશા છે ટૂંક સમયમાં રિપોર્ટ નેગેટિવ આવશે
વધુમાં મયૂરે કહ્યું હતું કે, 'અમદાવાદમાં સૌથી સારી વાત એ છે કે અહીં ઠેર ઠેર કોવિડ સેન્ટર છે. હું SVP હોસ્પિટલમાં એડમિટ છું અને અહીં મારી સારવાર કરાવી રહ્યો છું. અહીં ઘણો જ સપોર્ટ મળે છે. આશા છે કે, ટૂંક સમયમાં મારો રિપોર્ટ નેગેટિવ આવશે અને હું ઘરે પરત ફરીશ.' વધુમાં તેમણે કહ્યું હતું કે, મારામાં કોરોનાના એકપણ લક્ષણના હોત તો હું હોમ ક્વૉરન્ટીન થઈ શકતો હતો, પરંતુ મારામાં કોરોનાના લક્ષણો હતાં, આથી જ મેં હોસ્પિટલમાં એડમિટ થવાનો નિર્ણય લીધો હતો.'