ETV Bharat / city

સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે દેશની શાનમાં વધારો કરતું મહાસ્મારક, જાણો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અથથી માંડીને ઈતિ સુધી... - એસઓયુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબરે એકતા દિવસ ઉજવણીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવશે અને એકતા દિવસ પરેડને નિહાળશે. તો સાથે જ આ વૈશ્વિક પ્રવાસન સ્થળની શાનમાં વધારો કરતા પ્રવાસીઓમાં માટે વધુ એક આકર્ષક નજરાણું બનનાર સી-પ્લેન સેવાનો શુભારંભ અને એ જ રીતે ક્રૂઝ બોટનું લોકાર્પણ કરશે. આ માટેની વહીવટી તંત્રની તમામ તૈયારીઓ થઈ ગઈ છે અને સમગ્ર સંકુલને રોશનીથી ઝગમગાવી દેવામાં આવ્યું છે. આ અવસરે એક વિહંગાવલોકન કરીએ.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
author img

By

Published : Oct 29, 2020, 6:39 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી
  • વિશ્વના પ્રવાસન નકશામાં ગુજરાતને સામેલ કરે છે આ સ્થળ
  • સરદાર વલ્લભભાઈ પટેલની રાષ્ટ્રીય અખંડતાના મહા કાર્યને શ્રદ્ધાંજલિરૂપ છે પ્રોજેક્ટ
  • અનેક મહત્ત્વપૂર્ણ સરકારી મીટિંગોના સુરક્ષિત સ્થળ તરીકે પણ ઉપયોગી
  • પીએમ મોદી આ મુલાકાત દરમિયાન એકતા પરેડ નિહાળશે
  • પીએમ મોદી સી પ્લેન સેવા અને ક્રૂઝ બોટનું કરશે લોકાર્પણ
  • સમગ્ર સંકુલ એસપીજીની સુરક્ષા હેઠળ છાવણીમાં ફેરવાયું
  • કોરોના ગાઈડલાઈન્સને લઈને મર્યાદિત આમંત્રિતો રહેશે ઉપસ્થિત
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનગમતા પ્રોજેક્ટો પર નજર કરીએ ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રચંડ રાષ્ટ્રભક્તિ જેવા ઊત્તુંગ સ્મારક એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસવીર સામે આવ્યા વિના રહેતી નથી. 31 ઓક્ટોબરે 1875ના રોજ જન્મેલા વલ્ભભાઈની રાષ્ટ્ર કૃતજ્ઞભાવે 145મી જન્મજયંતી ઊજવશે. આ અવસરે પીએમ મોદી વધુ એકવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ પણ જાહેર કરવામાં આવેલો છે ત્યારે એકતા પરેડ યોજાશે તે પણ નિહાળશે. આ મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત કેબિનેટ પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સહિત મર્યાદિત સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન મોદી દેશની સૌપ્રથમ સી પ્લેન સેવાનો પણ શુભારંભ કરાવશે અને ક્રૂઝ બોટમાં ગુરડેશ્વર સુધીની પ્રથમ સફર કરી એકતા ક્રૂઝને પણ લોકાર્પિત કરશે તેમજ 12 જેટલા પ્રોજક્ટોનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી 31મીએ વહેલી સવારે કેવડિયામાં આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરી 20 મીનિટ યોગ-પ્રાણાયામ કરશે, જેની વ્યવસ્થાઓની પૂરજોર તૈયારીઓ ચાલી રહી છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીઃ  વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે દેશની શાનમાં વધારો કરતું મહાસ્મારક, જાણો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અથથી માંડીને ઈતિ સુધી...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ખાસ વાતો....

  • આ સ્મારક સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર દૂર નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક સ્થિત છે. તેનો વિસ્તાર 20 હજાર ચોરસમીટર છે. અહીં 12 ચોરસ કિમીમાં કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે, જેમાં તળાવ નંબર ત્રણમાં સી પ્લેન સેવા શરૂ કરાશે. સરદારની મૂર્તિની ઊંચાઈ 182 મીટર છે, જેમાં 157 મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની 25 મીટર ઊંચાઈ સામેલ છે. આ પ્રતિમા ભૂકંપના ઝોન-3 વિસ્તારમાં બનાવેલી છે ત્યારે પ્રતિમાના કદ અને વજનને નજરમાં રાખી ભૂકંપ ઝોન-4 પ્રમાણે ડિઝાઈન કરાઈ છે.
  • આ મૂર્તિના નિર્માણમાં પર્યાવરણ સુરક્ષાનું ધ્યાન રાખીને સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એની કાળજી રાખી 45 મીટર ખનન કરીને પછી 60 ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ બાંધવામાં આવી છે. તેના ઊંડાણને લગભગ 12 ફૂટ ઊંચા કોંક્રીટથી ભરીને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને પછી એના પર આખી પ્રતિમા બનાવાઈ છે.
  • રાષ્ટ્રીય અખંડતાના શિલ્પી સરદાર વલ્લલભભાઈ પટેલના નામ સાથે સાકારિત આ ડ્રીમ પ્રોજેક્ટનો જશ શરૂથી લઈ આખર સુધી નરેન્દ્ર મોદીનો કહેવાય તેમ છે, કારણ કે જ્યારે આ પ્રોજેકટ એક વિચાર તરીકે રજૂ થયો ત્યારે ખૂબ જ વિરોધ થયો હતો અને વિપક્ષો દ્વારા હાંસી ઊડાવાઈ હતી. ત્યારે અડગ મનોબળ અને પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિને લઈને મોદી તેમાં આગળ વધ્યા હતા એ નજરાણું આજે વિશ્વભરમાં સૌથી ઊંચા સ્ટેચ્યૂ તરીકે ભારતનું મસ્તક પણ ઉન્નત બનાવી રહ્યું છે.
  • નર્મદા ડેમથી 5 કિમીના અંતરે સ્થિત સાધુબેટ પર સાકાર થયેલો આ પ્રોજેક્ટ 7 ઓક્ટોબર 2010થી શરૂ થયો હતો અને 2018માં લોકાર્પિત પણ થઈ ગયો. તેમાં નરેન્દ્ર મોદીની સતત ચાંપતી નજર અને પ્રબળ ઈચ્છાશક્તિ પણ કારણભૂત છે. 20 હજાર ચોરસમીટર વિસ્તારમાં 12 કિમીના પરિઘમાં બનેલો આ ડ્રિમ પ્રોજેક્ટ ધરતી પર ઊતારવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્ર્સ્ટને જવાબદારી સોંપવામાં આવી હતી. પ્રોજેક્ટના આરંભે બૂર્જ ખલિફા પ્રોજેક્ટના મેનેજર માઈકલ ગ્રેવ્ઝ એસોસિએટ અને મીન હાર્થા કન્સોર્ટિયમ દેખરેખ રાખતા હતા અને તેનો પ્રારંભિક અંદાજ રૂ. 2063 કરોડ અંદાજવામાં આવ્યો હતો.
  • સરદારની પ્રતિમા માટે જરૂરી લોખંડ અને અન્ય સાધનો માટે મોદીએ દેશના ખેડૂતો પાસે ટહેલ નાંખી હતી અને દેશના 6 લાખ ગામડાંઓમાંથી ત્રણ મહિનાની ઝૂંબેશમાં 5 હજાર મેટ્રિક ટન આયર્ન ભેગું થયું હતું. પાંચ લાખથી વધુ ખેડૂતોએ દાન આપ્યું હતું. આથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામ સાર્થક બની ગયું હતું. 31 ઓક્ટોબર 2014ના દિવસથી મૂર્તિનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. આ ડ્રીમ પ્રોજેક્ટ મૂર્તિની સાથે મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો, કન્વેન્શન સેન્ટર, પતંગિયા પાર્ક સહિતના ઘણાં આકર્ષણો ધરાવે છે. જેના લીધે દેશવિદેશના લાખો લોકો અહીં મુલાકાત લે છે. એક અંદાજ પ્રમાણે પહેલાં વર્ષમાં જ 25 લાખથી વધુ લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચૂક્યા છે.
  • આ પ્રોજેક્ટે ટૂરિઝમને પ્રોત્સાહન આપ્યું તેમ જ આસપાસના વિસ્તારોમાં રોજગારી વધારવાનું પણ કામ કર્યું છે. સરદાર પટેલના 138માં જન્મદિવસે 2013માં મૂર્તિનો પાયો નાંખનાર તરીકે ત્યારે મુખ્યપ્રધાન મોદી હતાં અને તે બની ગયાં પછી 2018માં લોકાર્પિત કરનાર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ હતા.

SoUની આસપાસ છે પ્રવાસીઓ માટે 20 જેટલા આકર્ષક નજરાણાં

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના બાંધકામની શરુઆતે સરકારે 500 કરોડની રકમ ફાળવી હતી. જોકે પ્રોજેક્ટ પૂર્ણ થયો ત્યારે સરકારે જે આંકડો આપ્યો આનાથી પાંચ ગણા કરતાં પણ વધુ હતો. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્વરૂપે દેશનું ગૌરવ પ્રસ્થાપિત કરવા માટે રૂ. 2,332 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. 70 હજાર ટન સિમેન્ટ, 250 ઈજનેરની ટીમ, 3700 કારીગર, 18,500 ટન રિઈન્ફોર્સમેન્ટ સ્ટિલ અને 6 હજાર ટન સ્ટિલ, 1700 મેટ્રિક ટનનું બ્રોન્ઝ આવરણ ધરાવતી પ્રતિમાનું વજન છે. આના લોકાર્પણની સાથે જ વેલી ઓફ ફ્લાવર્સ અને 250 ટેન્ટની સિટી પણ સ્થાપિત કરાઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મૂર્તિકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલ સુથાર છે, જેમનું પણ સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું છે.

આ સ્થળ પોલીસ અને પ્રશાસનિક બેઠકો માટે કેમ ફેવરિટ છે?
વડાપ્રધાન ભારતીય સિવિલ સર્વિસીસના પ્રોબેશરોની બેઠકમાં હાજર રહેતાં હોય છે ત્યારે સરદાર સાહેબનું એક સંસ્મરણ યાદ કરવા જેવું છે. 21 એપ્રિલ 1947ના રોજ સરદારે આઈસીએસ બેઠકમાં જણાવ્યું હતું કે, જે આઈસીએસમાં ન કોઈ ભારતીય હતું ન કોઈ સિવિલ હતું ન કોઈ સેવાની ભાવના હતી પણ સ્વતંત્ર ભારતના સિવિલ સર્વિસીસ ઓફિસર્સ પારદર્શિતા સાથે ભારતીય પ્રશાસનિક સેવાઓનું ગૌરવ વધારી ભારતના નવનિર્માણ માટે કામ કરે. સરદારે આધુનિક પોલીસ ફોર્સનો પાયો નાંખેલો એ રીતે પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળ પર દેશના ટોચના પોલીસ ઓફિસર્સ-ડીજીપી મીટનું પ્રિય સ્થળ બની રહ્યું છે.

આ રીતે છે SoU (સ્ટેચ્યૂ ઓફ યુનિટી)ના સારસંભાળ ખર્ચની વ્યવસ્થા
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 15 વર્ષ સુધીના સારસંભાળ ખર્ચની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 657 કરોડ રુપિયા-વાર્ષિક 43-44 કરોડ રુપિયાનો ખર્ચ આવે છે. એટલે કે રોજના 12 લાખ રુપિયા પ્રતિમાની સારસંભાળમાં ખર્ચવામાં આવે છે. એ પણ જાણવા જેવું છે કે, મૂર્તિની સારસંભાળ માટે કેન્દ્ર સરકારની 5 પીએસયુ-ઓએનજીસી, બીપીસીએલ, એચપીસીએલ અને ઇન્ડિયન ઓઇલે મળીને 146 કરોડ રુપિયાથી વધુ ભેગા કર્યાં છે. આ રકમ જોકે સીએસઆર હેઠળ આપી છે તેથી કંપનીઓને ટેક્સ રાહત મળે છે.

કોરોના ગાઈડલાઈન્સને લઇને પ્રશાસનની તૈયારીઓ

કોરોના ગાઈડલાઈન્સના પાલન માટે હવે થર્મલ ગન ચેકિંગ શરૂ થઈ ગયું છે. અહીં વિદેશી પ્રવાસીઓ પણ આવે છે. આ ચેકિંગમાં તાપમાન વધુ હોય તો તેવા લોકોને અહીંના મેડિકલ સેન્ટરમાં મોકલી અપાશે. જોકે હાલમાં તો કોરોના પોઝિટિવ કોઈ કેસ અહીંના પ્રવાસીઓમાં નોંધાયો નથી. અનલૉક દરમિયાન તાજેતરમાં 17 ઓક્ટોબરથી જ એસઓયુને ફરી ખૂલ્લુ મૂકાયું છે, ત્યારે દરરોજ 2500 જેટલા પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે. પ્રવાસીઓ પાંચ તબક્કામાં જઈ શકે છે, જેમાં સવારે 8થી 10, 10થી 12, 12થી 2, 2થી 4 અને 4થી 6 સામેલ છે. આ દરેક સ્લોટમાં 500 પ્રવાસીને પ્રવેશ જ્યારે વ્યૂઈંગ ગેલેરીમાં લગભગ 500 પ્રવાસીઓને જવા દેવામાં આવે છે. હાલમાં એક અંદાજ પ્રમાણે જોકે રોજના 2 હજાર જેટલા પ્રવાસીઓ નોંધાયા છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના જંગલ સફારી પાર્ક, રિવર રાફટિંગ, એકતા નર્સરી, કેક્ટ્સ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, વિશ્વ વન ચિલ્ડ્રન પાર્ક, વગેરે પણ પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે.

SoU આવતા પ્રવાસીઓ અને ટ્રસ્ટને થતી આવક
આ વર્ષે કોરોના કાળમાં લૉકડાઉન હોવાથી ઊનાળાના વેકેશન દરમિયાન આવતાં પ્રવાસીઓ આવી શક્યા નથી. ત્યારે દીવાળી વેકેશન દરમિયાન સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસ ઊભાં થયેલાં પ્રવાસીઓને આકર્ષે તેવા મનોરંજન અને જોવા લાયક સ્થળને લઇને ભારે ધસારો રહેવાની સંભાવના છે. શનિરવિની રજાઓમાં સામાન્યપણે 50 હજાર મુલાકાતીઓ પ્રતિમાના લોકાર્પણના તરત જ આવ્યા હતા અને વરસ પૂર્ણ થતાં સુધીમાં મુલાકાતીઓનો આંકડો 25 લાખ પહોંચી ગયો હતો. 63.39 કરોડ રુપિયાની આવક થઈ હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા લોકો માટે આસપાસમાં 20થી વધુ પરિયોજનાઓ કાર્યાનિવત કરવામાં આવેલી છે. જંગલ સફારી, જાયન્ટ ડાયનાસોર, ચિલ્ડ્રન ન્યૂટ્રિશન પાર્ક અને વિશ્વ વન નિહાળવાનો સપરિવાર આનંદ લેવા જેવો છે. તમને જણાવીએ કે, લોકાર્પણના દિવસથી લઇને 31 ઓક્ટોબર 2019 સુધીના એક વર્ષ દરમિયાન કુલ 24,44,767 પ્રવાસી આવ્યા હતા. જેનાથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટને 63,39,14128 રુપિયાની આવક નોંધાઈ હતી. હવે તો પ્રતિદિન 50,000 પ્રવાસીઓ આવી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવાઈ ગઈ છે.

SoUના આકર્ષણમાં વધારો કરશે સી પ્લેન અને ક્રૂઝ બોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર એકતા દિવસ ઉજવણી માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવવાના છે ત્યારે અહીં વધુ એક આકર્ષક નજરાણું પણ ભેટ ધરવાના છે. સી પ્લેન લોકાર્પણ બાદ પીએમ મોદી એક ક્રૂઝ બોટનું લોકાર્પણ કરવાના છે. તેને એકતા ક્રૂઝ નામ અપાયું છે. તેમાં બેસીને પીએમ મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી શ્રેષ્ઠ ભારત ભવન સુધીની 6 કિલોમીટરની સફર કરીને લોકાર્પિત કરશે. આ સેવા માટે 3 જેટી પણ બની ગઇ છે. એક જેટી એસઓયુ પાસે, બીજી શ્રેષ્ઠ ભારત ભવન અને ત્રીજી જેટી છે તે ઇમરજન્સી જેટી તરીકે સ્ટેચ્યૂની પાછળના ભાગે છે. ક્રૂઝમાં 200 લોકો એકસાથે બેસી શકે છે પરંતુ હાલમાં કોરોના ગાઈડલાઈન્સને લઇને 100 લોકો બેસી શકશે. તેની સફર દરમિયાન નાસ્તોપાણી પણ મળશે. જે ખર્ચો પ્રવાસીઓએ કરવાનો રહેશે. ક્રૂઝ બોટ છે એટલે સ્વાભાવિક જ તેમાં મનોરંજનની પણ વ્યવસ્થા છે. આ ક્રૂઝ ગરુડેશ્વરથી એસઓયુ સુધીનો ફેરો કરવામાં 45 મીનિટનો સમય લેશે. પ્રતિ વ્યક્તિ તેનું ભાડું 430 રુપિયા જેટલું રાખવામાં આવ્યું છે.

સુરક્ષા પગલાંની દૃષ્ટિએ SoU
આ સંકુલની સુરક્ષાની દૃષ્ટિએ વાત કરીએ તો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષાની જવાબદારી હવે CISFના (સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ) જવાનો સંભાળે છે. 17મી ઓગસ્ટથી CISFના 270 જેટલા જવાનો કેવડિયા પહોંચ્યાં હતાં અને 24મી ઓગસ્ટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પરિસરની સુરક્ષા સંભાળી લીધી છે. હાલમાં વડાપ્રધાનની મુલાકાતના પગલે એસપીજીએ પણ ગોઠવાઈ ગઈ છે. 1 સપ્ટેમ્બરથી CISFના 270 જવાનો વિવિધ પોઈન્ટ પર ફરજ બજાવી રહ્યાં છે તેઓ AK47 ઈન્સાસ, અને પીસ્ટન ગનથી સુરક્ષા કરી રહ્યાં છે.કોઇપણ વિસ્ફોટક પદાર્થ અને અન્ય ચીજોની તકેદારી માટે ત્રણ ડોગ સ્કવૉડ પણ અહીં તહેનાત રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઈને નર્મદા જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોનીના વિવિધ વિસ્તારોની મુલાકાત લેવાઈ રહી છે. જ્યારે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અત્યંત મર્યાદિત આમંત્રિતોને ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કેન્દ્રિય દળોની એકતા પરેડ તથા લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમીના તાલીમાર્થીઓને પીએમ મોદી સંબોધિત કરે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે.

જાણો છો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિશેષ પ્રવાસીઓ માટે સરકારની ખાસ યોજના પણ છે?
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન વિકાસને લઇને રાજ્ય સરકાર ખૂબ જ હકારાત્મક વલણ રાખે છે. તમને કદાચ જાણ નહીં હોય કે રાજ્ય સરકારની ગુજરાત દર્શનની એક યોજના છે, જેમાં અન્ય રાજ્યથી મુલાકાતે આવતા અને વરિષ્ઠ એનઆરઆઈ ગુજરાતીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત કરે તો રુપિયા 10 હજાર સુધીનો ખર્ચ રાજ્ય સરકાર આપે છે. બિનનિવાસી ગુજરાતી વિભાગ દ્વારા તેની કાર્યવાહી થતી હોય છે. એક જૂથમાં 25 એન કુલ 150 વરિષ્ઠ નાગરિકોને આ લાભ અપાય છે. આમાં રોકાણનો સમયગાળો 6 દિવસ અને 7 રાત્રિનો અને 60-70 વર્ષના નાગરિકો આ યોજનામાં જોડાઈ શકે છે. આ યોજનાનો ખર્ચ સરભરા ખર્ચ કહેવાય છે. રાજ્યસરકારે 2019-20 માટે બજેટમાં 15 લાખ રુપિયાની ફાળવણી પણ કરી હતી. ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપના સાથે ગુજરાતને વિશ્વ પ્રવાસનના નકશા પર અનેરું સ્થાન પ્રાપ્ત થયું છે. શરુઆતના એક અંદાજ મુજબ પ્રતિદિન 15,000 પ્રવાસીઓનો અંદાજ મૂકાયો હતો તેને બદલે લગભગ બમણો આંકડો સામે આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.