અમદાવાદઃ રાજ્યના કેબિનેટ અને માર્ગ-મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદી (State Roads and building Minister Purnesh Modi) હવે કોરોના સંક્રમિત (Purnesh Modi Corona Positive) થયા છે. તેમણે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી હતી. સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોના રિપોર્ટ કરાવી લેવા જણાવ્યું હતું. જોકે, આ પહેલા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel Corona Positive) પણ કોરોના સંક્રમિત થયા છે.
આ પણ વાંચો : India Corona Update: કોરોનાથી સાવધાન, દેશમાં વધી રહ્યા છે નવા કેસ
મુખ્યપ્રધાન પણ કોરોનાગ્રસ્ત : ઉલ્લેખનીય છે કે, બુધવારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કોરોના (CM Bhupendra Patel Covid Positive) પોઝિટિવ થયા હતા. કોવિડના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલ ભૂપેન્દ્ર પટેલને આઈસોલેશનમાં (Home Isolation treatment) સારવાર હેતું રાખવામાં આવ્યા છે. કોવિડનો રીપોર્ટ કરાવ્યા બાદ મુખ્યપ્રધાન પટેલે પોતાના સંપર્કમાં આવેલા દરેકને ટેસ્ટ કરાવી લેવા માટે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારે થઈ રહ્યો છે. આ ઉપરાંત, તાજેતરમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ કોવિડગ્રસ્ત (Coronavirus Test Gujarat) થયા હતા.
આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ થયા કોરોના પોઝિટિવ, હોમ આઈસોલેશનમાં સારવાર શરૂ
કોરોનાએ પકડી ગતિ : ગુજરાતમાં કોરોના કેસમાં હવે ધીમે ધીમે રોજ 20 થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં બુધવારે છેલ્લા 24 કલાકમાં કુલ 529 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ, ગુજરાતમાં કુલ એક્ટિવ કેસ 2,914 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 2 દર્દીને રાખવામાં આવ્યા છે, જ્યારે 2712 દર્દીઓ અત્યારે સ્ટેબલ છે. અત્યારસુધીમાં 10,946 મૃત્યુ નોંધાયા છે, બુધવારે 408 દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ ઉપરાંત, બુધવારે એક પણ દર્દીનું કોરોનાને કારણે મૃત્યુ નોંધાયું નથી. આ ઉપરાંત, ગુરૂવારે દેશમાં છેલ્લા (corona in india) 24 કલાકમાં 18 હજાર 819 નવા કેસ નોંધાયા છે, જે બુધવાર કરતા 29.7 ટકા વધુ (India Corona Update) છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4 કરોડ 34 લાખ 52 હજાર 164 કોરોના દર્દીઓ મળી આવ્યા છે.