- પ્રગતિ નગર વિસ્તારમાં બનાવવામાં આવશે ફ્લાય ઓવર
- 104 કરોડના ખર્ચે તૈયાર થશે ફ્લાય ઓવર
- મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મળ્યું છે સપ્લીટ ઓવરબ્રિજની કામગીરી
અમદાવાદ : ગુરુવારે મળેલી બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કોરોનાને લગતી કામગીરી સાથે જ શહેરમાં નાગરિકોને પડતી અનેક સમસ્યાઓની ચર્ચા પણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે શહેરના પ્રગતિ નગર વિસ્તારમાં ફલાય ઓવર બનાવવા માટેની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશને વર્ષ 2020- 21માં 1122 કરોડ પ્રોપર્ટી ટેક્સ વસુલ કર્યો
ફ્લાય ઓવર બ્રિજ બનાવવાની દરખાસ્ત મુકવામાં આવી
મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરમાં બ્રિજ બનાવવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. જે અંતર્ગત આગામી દિવસોમાં બ્રિજ બનાવવા માટેની કામગીરીના ટેન્ડર બહાર પાડવામાં આવશે, અને ત્યારબાદ ચોક્કસ નિયત સમય દરમ્યાન ફ્લાય ઓવર તૈયાર કરી દેવામાં આવશે.
આ પણ વાંચો : અમદાવાદ અને રાજકોટ હોસ્પિટલની આગ દુર્ઘટનાનો રિપોર્ટ CMને અપાયો
104 કરોડના ખર્ચે બનશે બ્રિજ
પશ્ચિમ ઝોનમાં આવેલા 132 ફૂટ BRTS રૂટ પર આવેલા પલ્લવ જંકશન અને પ્રગતિનગર જંક્શન નજીક સમાંતર બન્ને સાઇડ ટૂ સપ્લીટ ટૂ ફ્લાઇઓવર બ્રિજ બનાવવા માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જોકે ટેન્ડર મંગાવ્યા બાદ ઓછા ભાવ મળતા અને તમામ વાટાઘાટો બાદ અંદાજે 1.50 ટકા વધુ ભાવના એટલે કે 104 કરોડના ખર્ચે ગુજરાત રાજ્ય સરકાર નામ પરિપત્ર મુજબ બ્રિજની ડિઝાઇનનું પ્રૂફચેકિંગ કરવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ થશે, અને તમામ કામગીરી કરવા માટે કમિશનરને સત્તા આપવામાં આવે તે પ્રકારની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે.