ETV Bharat / city

શ્રીલંકાની સ્થિતિ સામાન્ય બની છે, ફરવા આવવા પ્રવાસન પ્રધાન હરીન ફર્નાન્ડોનું આહ્વાન - Legend Cricket Tournament

શ્રીલંકામાં સર્જાયેલી ભારે કટોકટીની સ્થિતિ બાદ હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે. નવી સરકાર રચાઈ ગઇ છે. ત્યારે શ્રીલંકાના પ્રવાસન પ્રધાન હરીન ફર્નાન્ડો Sri Lankan Minister of Tourism Harin Fernando, અમદાવાદની મુલાકાતે હતાં. શ્રીલંકા પહેલેથી જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે તેને ફરી ડેવલપ કરવા માટે શ્રીલંકાના પ્રવાસન પ્રધાને Tourism Development in Sri Lanka, ભારતને આહ્વાન કર્યું છે.

શ્રીલંકાની સ્થિતિ સામાન્ય બની છે, ફરવા આવવા પ્રવાસન પ્રધાન હરીન ફર્નાન્ડોનું આહ્વાન

author img

By

Published : Aug 20, 2022, 6:54 PM IST

અમદાવાદ અમદાવાદ આવેલા શ્રીલંકાના પ્રવાસ પ્રધાન હરીન ફ્રનાન્ડોએ Sri Lankan Minister of Tourism Harin Fernando, જણાવ્યું કે શ્રીલંકા ભારતને મોટાભાઈ સમાન સમજે છે. બંને દેશોના વર્ષોથી રહેલા ગાઢ સંબંધો વધુ વિકસે અને શ્રીલંકામાં ફરી એકવાર ભારતીય પહેલાની જેમ પ્રવાસ કરે તે માટે તેમણે આહ્વાન Tourism Development in Sri Lanka, કર્યું હતું. શ્રીલંકાના સંસદીય ઇતિહાસમાં છેલ્‍લા 70 વર્ષમાં જ્યારથી સાર્વભૌમત્વ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારથી આજસુધીમાં ગૃહયુદ્ધ અને જનઆક્રોશને પરિણામે ચાલુ રાષ્ટ્રપતિને દેશ છોડી નાસી જવાનો બનાવ શ્રીલંકાના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાઈ ગયું છે. જોકે ત્યારબાદ સરકારનું પરિવર્તન થતા નવી સરકારની નવી કેબિનેટ આવતા હાલ લંકાની પરિસ્થિતિ થાળે પડી રહી છે.

શ્રીલંકાની સ્થિતિ સામાન્ય બની રહી છે ત્યારે ટુરિઝમને વેગ મળે તેવા પ્રયાસ

શ્રીલંકા ભયંકર આર્થિક કટોકટી તરફ ધકેલાયું ભારતમાં પરિવારવાદની બોલબાલા છે તેવી જ સ્થિતિ લંકામાં આપણે વર્ષોથી જોઇ છે. 2019થી ગોટબાયા રાષ્ટ્રપતિ રહ્યા તે પહેલા 2005 થી 2015 સુધી તેમના ભાઇ મહિન્દ્રા રાજપક્ષે પ્રેસિડેન્ટ રહ્યાં અને પછી 2019માં રાજપક્ષે ગોટબાયા રાષ્ટ્રપતિ થયા અને તે સાથે મહિન્દ્રા રાજપક્ષેને વડાપ્રધાન બનાવવામાં આવ્યાં. 9 મે ના રોજ મહિન્દ્ર રાજપક્ષેને વડાપ્રધાન પદેથી હટાવવામાં આવ્યા હતા. ઇતિહાસકારોના અવલોકનના સંદર્ભમાં રાજપક્ષે પરિવારનો ઉદય અને પતનની લાંબી શ્રૃંખલાંથી શ્રીલંકા ભયંકર આર્થિક કટોકટી તરફ ધકેલાઇ ગયું છે.

શ્રીલંકામાં સર્જાઇ હતી જનાક્રોશની સ્થિતિ શ્રીલંકાના અસંખ્ય લોકો રાષ્ટ્રપતિ ગોટબાયાના નિવાસસ્થાને દોડી ગયા અને જન આંદોલનના આક્રોશથી રાષ્ટ્રપતિ ગોટબાયાને દેશ છોડીને જવું પડ્યું હતું. જન આક્રોશ સાથે લોકોએ ગોટબાયાના પેલેસમાં ભોગવાતી લક્ઝુરિયસ સુવિધાથી અચંબામાં પડી ગયાં. નેતાઓની આ લાઇફસ્ટાઇલથી વાજ આવી પેલેસમાં તોડફોડ કરી કાયદો હાથમાં લઇ લોકોએ ગોટબાયાના પેલેસમાં સ્વિમિંગપુલમાં નાહીને આનંદ માણ્યો હતો. લોકોના ભોગે મહત્વ સુવિધાઓ ધરાવી રહેવું અને દેશના લોકોને કંગાળ હાલતમાં મુકી દેવા જરૂરી ખાદ્યવસ્તુની અછત, પેટ્રોલ ડીઝલની અછત અને ભૂખમરાની સ્થિતિમાં બેહાલ બનાવી એશોઆરામ કરવાનો લંકાના રાષ્ટ્રપતિ ગોટબાયાના જીવનના આંખે દેખ્યો અહેવાલથી જનઆક્રોશ અને અસંતોષની આગ ભભૂકી ઉઠી અને રાષ્ટ્રપતિ ગોટબાયાને દેશ છોડી ભાગી જવું પડ્યું હતું. તે શ્રીલંકાના ઇતિહાસમાં ન વર્ણવી શકાય તેવી અશોભનીય સ્થિતિ પેદા થઇ હતી.

આ પણ વાંચો શ્રીલંકામાં સરકાર ફરાર, પ્રજાએ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને જલસો કર્યો જુઓ વીડિયો

ભારતની મદદની પ્રશંસા કરી શ્રીલંકાના પ્રવાસન પ્રધાન હરીન ફર્નાન્ડો વધુમાં કહ્યું કે શ્રીલંકામાં આજની કંગાળ સ્થિતિમાં આ દેશને લાવનાર રાજપક્સા પરિવારની અણઆવડત બેફામ ભ્રષ્ટાચાર ખોટા નિર્ણયો પેન્ડેમીકની અસર રશિયા યુક્રેનથી પ્રવાસન ક્ષેત્ર ટુરિસ્ટ ઉદ્યોગની કફોડી હાલત અને એકહથ્થુ સામંતશાહી વ્યવસ્થા અને રાજકીય નેતાઓની એશઆરામ લક્ઝરીયસ લાઇફે મહત્વનો ભાગ ભજવ્યો છે. જોકે અત્યારના શ્રીલંકાના આર્થિક સંકટમાં ભારત મદદ કરી રહ્યુ છે. રાસાયણિક ખાતર માટે જંતુનાશક દવાઓ તેમજ પેટ્રોલ ડીઝલ આપી રહ્યું છે. વિશ્વ બેંકે 600 મિલીયન ડોલર આપવાનું નક્કી કર્યુ છે તો બીજી તરફ IMF પણ 3 બિલીયન ડોલર શ્રીલંકાને આપવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. તો બીજી તરફ પ્રવાસન ક્ષેત્ર તરીકે જાણીતા શ્રીલંકામાં લોકો પ્રવાસન માટે હવે આવતા થશે તો રોજગારી અને અન્ય ક્ષેત્રમાં પણ આવકનો સ્ત્રોત વધતો જશે તેવું લાગે છે.

આ પણ વાંચો અવકાશથી પાતાળ સુધી ચીનનું ડ્યુઅલ યુઝ જાસૂસી જહાજ, લંકામાં આવતા ભારતની ચિંતા વધી

ભારતીયોનો શ્રીલંકા પ્રવાસ માટે આમંત્રિત કરાયાં શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ સામાન્ય થયા બાદ આજે અમદાવાદ ખાતે શ્રીલંકા પ્રવાસન પ્રધાન હરીન ફર્નાન્ડો અને પૂર્વ સ્ટાર ક્રિકેટર સનથ જયસૂર્યા Sri Lankan star cricketer Sanath Jayasuriya, દ્વારા ભારત દેશના લોકોને શ્રીલંકા પ્રવાસ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. કટોકટી અને વિવાદના સમય બાદ ફરી એકવાર રાઈસ થઈ રહેલું શ્રીલંકા પહેલેથી જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને તેમાં પણ હવે નવા પ્રેસિડેન્ટ અને નવી સરકાર સાથે વિદેશી પ્રવાસીઓ માટે ખાસ સવલતો ઉભી કરવામાં આવી છે.

સૌથી વધુ ભારતીય પ્રવાસીઓ ઉલ્લેખનીય છે કે શ્રીલંકામાં ભારત દેશમાંથી સૌથી વધારે પ્રવાસીઓ દર વર્ષે પ્રવાસ કરતા હોય છે. જેમાં આંકડાકીય માહિતીની વાત કરીએ તો દરરોજના અંદાજે 2000 કરતા પણ વધુ ભારતીય નાગરિકો શ્રીલંકામાં પ્રવાસ કરે છે. શ્રીલંકામાં વિદેશથી આવતા લોકો માટે નોકરીની ઉત્તમ તકો છે. સાથે જ શ્રીલંકા પ્રાકૃતિક સૌંદર્ય એક્સપોર્ટ બિઝનેસ હબ અને પ્રવાસન સ્થળો માટે જાણીતું છે.

શ્રીલંકાનો સ્ટાર ક્રિકેટર સનથ જયસૂર્યા ટૂંક સમયમાં લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમતો જોવા મળશે

લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સનથ જયસૂર્યા રમશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે શ્રીલંકાનો સ્ટાર ક્રિકેટર સનથ જયસૂર્યા Sri Lankan cricketer Sanath Jayasuriya, ટૂંક સમયમાં લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ Legend Cricket Tournament, માં ક્રિકેટ રમતો જોવા મળશે. જે ટુર્નામેન્ટમાં અન્ય દેશોની ક્રિકેટ ટીમના લિજેન્ડ ક્રિકેટર પણ ભાગ લેવાના છે. શ્રીલંકન ક્રિકેટર સનત જયસૂર્યાએ પણ ભારત દેશના લોકોને શ્રીલંકા પ્રવાસ કરવા માટે આહ્વાન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.