- ગુજરાતમાં નહીં ચાલે દિલ્હી મોડલઃ યમલ વ્યાસ
- ત્રીજો મોરચો નહીં થઈ શકે સફળ
- ભાજપને 175થી વધુ સીટ સાથે બહુમતીથી જીતવાની આશા
અમદાવાદ : પ્રચારમાં ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે અને દરેક પાર્ટીની જેમ તેઓ પણ તેમના ચૂંટણી ઢંઢેરામાં દિલ્હી મોડલની વાત કરી રહ્યા છે. જે રીતે દિલ્હીમાં મફત શિક્ષણ, મફત પાણી અને મફત વીજળી આપવામાં આવી રહી છે. તે પ્રમાણે જો ગુજરાતમાં કરવામાં આવે તો સફળતા મળે ખરી?
25 વર્ષથી સરકારી શાળામાં ફ્રેન્ચ ભાષાના શિક્ષણ સાથેની કાર્ય પદ્ધતિ અનુસાર મફત શિક્ષણ
આ વિષય પર આજે ETV ભારત દ્વારા ગુજરાત ભાજપના પ્રવક્તા યમલ વ્યાસ ખાતે ખાસ મુલાકાત કરી હતી. તેમને જણાવ્યું હતું કે, મફત શિક્ષણ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી આપવામાં આવી રહ્યું છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં એક સરકારી શાળામાં છેલ્લા 25 વર્ષથી ફ્રેન્ચ ભાષાના શિક્ષણ સાથેની કાર્ય પદ્ધતિ અનુસાર એકદમ મફતમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા કોરોનાના દર્દીઓને એકદમ મફતમાં સારવાર
આ ઉપરાંત છેલ્લા 1 વર્ષથી જ્યારથી કોરોનાનો સમય ચાલી રહ્યો છે. ત્યારથી ગુજરાત સરકાર દ્વારા શહેરની SVP અને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દીઓને એકદમ મફતમાં સારવાર આપવામાં આવી રહી છે. અને જેમાં ઘણા લોકો સાજા થઈને ઘરે ગયા છે.
અમદાવાદમાં 175થી વધુ સીટો પર જીત અંગે ભાજપનો વિશ્વાસ
તેમને ભાજપનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 25 વર્ષથી ભાજપ સરકાર પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહીં છે અને આગળ પણ આપતા જ રહેશે. અમદાવાદના વિકાસમાં ભાજપની સરકારનો સિંહફાળો રહ્યો છે. તેવું પ્રવક્તા યમલ વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ત્રીજો મોરચો સફળ રહ્યો નથી. આગામી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 175થી વધુ સીટો સાથે ભાજપની સરકાર જ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.