ETV Bharat / city

કોરોનાને કારણે વૃદ્ધાશ્રમમાં ખાસ સુવિધા ઉભી કરાઈ, બીજી લહેરમાં એક પણ કેસ નહી - બીજા લહેરની અસર વૃદ્ધશ્રમમાં

કોરોનાની મહામારીના સમયે દરેક ક્ષેત્રની સાથોસાથ પરિવારના માહોલ ઉપર પણ ઊંડી કસર પડી રહી છે. જે ભારતીય સંકૃતિમાં માતા પિતાને ઈશ્વરથી પણ ઉપરનો દરજ્જો આપવામાં આવ્યો છે . તે માતાપિતાને દીકરા દીકરીઓ જવાબદારીથી મુક્ત થવા કોરોના કાળમાં પણ વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવી રહ્યા છે. આ તબક્કે, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ડિમ્પલબેનનું કહેવું છે કે, કોરોના પહેલા તેમને દૈનિક અંદાજે 5-7 ફોન આવતા હતા પરંતુ અત્યારે, 10-15 કોલ આવી રહ્યા છે કે, અહીં એમને કોઈ રાખતું નથી એટલે તેમને વૃદ્ધાશ્રમમાં રાખી લો.

કોરોનાને કારણે વૃદ્ધાશ્રમમાં ખાસ સુવિધા ઉભી કરાઈ, બીજી લહેરમાં એક પણ કેસ નહી

author img

By

Published : May 6, 2021, 9:42 PM IST

  • નારણપુરાના વૃદ્ધાશ્રમમાં કોરોના કાળમાં વિશેષ સુવિધા
  • બીજી લહેરમાં એક પણ કોરોના પોઝિટિવનો કેસ નહીં
  • નાશ, કાળો, કપૂર - લવિંગ ની પોટલીનું નિયમિત વિતરણ

અમદાવાદ: કોરોનાએ સૌથી વધુ વિપરિત અસર મોટી વયના લોકો પર કરી છે. તેમાં પણ જો કોઈ કોમર્બિડિટીઝ દર્દી હોય તો તેની માટે વધુ સમસ્યા ઉભી થઇ રહી છે. આવી સ્થિતિને જોતા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, તમામ વૃદ્ધોને નિયમિત નાશ, કપૂર, લાવીનની પોટલી અને ઉકાળા આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, અહીં તમામે ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ જાતે પાડવાની ફરજ સોંપવામાં આવી છે.

કોરોનાને કારણે વૃદ્ધાશ્રમમાં ખાસ સુવિધા ઉભી કરાઈ, બીજી લહેરમાં એક પણ કેસ નહી

આ પણ વાંચો: કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની પરિસ્થિતિ અંગેનો ETV BHARATનો ખાસ અહેવાલ

બહાર અવરજવર પરના પ્રતિબંધના નિયમનું ચુસ્ત પાલન

બીજા લહેરની અસર વૃદ્ધશ્રમમાં પ્રવેશે નહીં તે માટે અહીં કોઈએ બહાર જવું નહીં અને કોઈએ પ્રવેશ લેવો નહીના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. જે કોઈ દાતા દાન માટે આવે તો તેમને પણ દરવાજા સુધી જ પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત, કોઈના સગા પણ જો મળવા આવે તો તેમને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. સબંધીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, માત્ર વીડિયો કોલથી તેઓ પોતાના સબંધીઓ સાથે સંપર્ક કરી શકશે. આ ઉપરાંત, વૃદ્ધાશ્રમમાંથી પણ કોઈને બહાર જવા દેવામાં આવતા નથી.

વૃદ્ધાશ્રમના સંચાલનને કારણે બીજા ફેઝમાં આશ્રમમાં એક પણ કોરોના કેસ નહીં

વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી ડિમ્પલ શાહનું કહેવું છે કે, જ્યારે કોરોનાની પહેલી લહેર હતી ત્યારે ઘણાંબધાંને કોરોના પોઝિટિવ નોંધાયો હતો. હું અને મારા પરિવારજનો પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. પણ બીજી લહેરમાં તકેદારી લેવાતા એક પણ કેસ આજ દિન સુધી નોંધાયો નથી. આ ઉપરાંત, વૃદ્ધાશ્રમના તમામ લોકોને વેક્સિનના બન્ને ડોઝ અપાઈ ચુક્યા છે.

આ પણ વાંચો: કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમમાં સંખ્યા વધી

માતાપિતાને વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવવું શરમજનક

ટ્રસ્ટી ડિમ્પલ શાહે ETV Bharat સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના પહેલા દિવસમાં 5-7 ફોન કોલ આવતા હતા. જે હવે દૈનિક 10-15 ફોન આવે છે. ફોનમાં વૃદ્ધો અમને આજીજી કરે છે કે, અહીં એમને કોઈ રાખતું નથી એટલે તેમને વૃદ્ધાશ્રમમાં રાખી લો. આ સ્થિતિ આપણા સમાજ માટે ઘણી ઘાતક છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, જે માતા પિતાએ ભણાવી ગણાવીને મોટા કર્યા, કોરોના કાળમાં તેમને જ વૃદ્ધાશ્રમનો રસ્તો બતાવવો શરમજનક કહેવાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.