ETV Bharat / city

અમદાવાદ: છ દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

અમદાવાદ શહેરમાં સફાઈ કર્મચારીઓની છેલ્લા છ દિવસથી ચાલી રહેલી હડતાળનો આજે અંત આવ્યો છે. સફાઈ કર્મચારીઓની માંગણી અંગે કમિશનની કમિટી સાથે ચર્ચા કર્યા બાદ હડતાળનો અંત આવ્યો છે. વારસદારને નોકરી પર રાખવા અંગે, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા અંગે અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા કર્મચારીઓના વારસદારોને નોકરી પર લેવા માટેની માંગણીઓ કરવામાં આવી હતી.

સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
author img

By

Published : Dec 29, 2020, 9:11 PM IST

  • છ દિવસથી ચાલતી સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
  • વારસાઈ હક સહિતના પાંચ મુદ્દે કરી હતી હડતાળ
  • કમિશનર સાથેની ચર્ચા બાદ હડતાળનો આવ્યો અંત

અમદાવાદ: અમદાવાદ શહેરમાં સફાઈ કર્મચારીઓની છેલ્લા છ દિવસથી ચાલી રહેલી હડતાળનો આજે અંત આવ્યો છે. સફાઈ કર્મચારીઓની માંગણી અંગે કમિશનની કમિટી સાથે ચર્ચા કર્યા બાદ હડતાળનો અંત આવ્યો છે. વારસદારને નોકરી પર રાખવા અંગે, કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવા અંગે અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા કર્મચારીઓના વારસદારોને નોકરી પર લેવા માટેની માંગણીઓ કરવામાં આવી હતી.

છ દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

ડેપ્યુટી કમિશનરની મધ્યસ્થી બાદ હડતાળ સમેટાઈ

અમદાવાદ શહેરના ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી, અર્જુન શાહ અને દિલીપ રાણા દ્વારા વાલ્મિકી સંગઠનોને બાંહેધરી આપવામાં આવી હતી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ શાસક પાક સામે સ્ટેન્ડિંગ કમિટીમાં તેમના પડતર પ્રશ્નો અંગે દરખાસ્ત મુકવામાં આવશે.

સંગઠનોની દરખાસ્તને મંજૂરી મળતા તમામ માગ અમલી બનાવાશે તેવા આશ્વાસન અને પાંચ પૈકી ચાર માગ સંતોષાતા સફાઈ કર્મચારી બુધવારથી શહેરની સાફ-સફાઈ ફરી શરૂ કરી દેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.