ETV Bharat / city

રાજ્યમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત

રાજ્યમાં શિક્ષણનું સ્તર દિવસેને દિવસે નીચું જતું જાય છે. ત્યારે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત જોવા મળી છે. આ અછતની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં કઈ કોલેજોમાં અધ્યાપકોની અછત છે આવો જાણીએ....

રાજ્યમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત
રાજ્યમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત
author img

By

Published : Feb 14, 2021, 11:07 PM IST

Updated : Feb 15, 2021, 6:25 PM IST

  • સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત
  • 45થી 55 ટકા અધ્યાપકોની અછત
  • 50 ટકા નોન ટીચિંગ સ્ટાફની અછત

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર દિવસેને દિવસે નીચું જતું જાય છે. ત્યારે રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત જોવા મળી છે. આ અછતની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડી હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફની અછત જોવા મળી રહી છે. જેમાં 45થી 55 ટકા અધ્યાપકોની અછત છે અને 50 ટકા નોન ટીચિંગ સ્ટાફની અછત છે. આ સાથે જ સરકારી અને ગ્રાન્ટેડ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લૉ સહિતની કૉલેજોમાં પણ 55 ટકા અધ્યાપકોની જગ્યાઓ ગત ઘણા સમયથી ખાલી છે. જેમાં 1998 પછી પૂર્ણ પગાર સાથે એક પણ અધ્યાપકની નિમણૂક કરવામાં આવી નથી.

યુનિવર્સિટીઓ દ્વારા અનેક રજૂઆત કર્યા બાદ અધ્યાપકોની ભરતીની જાહેરાત કરવામાં આવી

રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાં 45 થી 55 ટકા અધ્યાપકોની જગ્યા ખાલી છે. સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં આ સ્થિતિ ચાલી રહી છે અને બીજી તરફ સેલ્ફ ફાઈનાન્સ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં માત્ર વાઉચર પર અધ્યાપકોની નિમણૂંક અપાય છે. ત્યારે આ સમગ્ર મામલે સીધી અસર ગુજરાતના શિક્ષણ જગત પર જોવા મળે છે તેમ લાગી રહ્યું છે. યુનિવર્સિટીઓ દ્વારા અનેક રજૂઆત કર્યા બાદ અધ્યાપકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જોકે, કુલ 45 થી 55 ટકા અછત જોવા મળી છે, ત્યારે માત્ર 900 જેટલા જ અધ્યાપકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં આઇટીઆઈમાં માન્ય થયેલી 9893 જગ્યામાંથી 3807 અધ્યાપકોની જગ્યા ખાલી, સરકારી આર્ટ્સ, કોમર્સ કોલેજોમાં આચાર્યની માન્ય થયેલ 81 જગ્યામાંથી 72 જગ્યાઓ ખાલી, સરકારી કોલેજોમાં અધ્યાપકોની માન્ય થયેલી 1119 જગ્યામાંથી 480 જગ્યાઓ ખાલી, સરકારી આર્ટ્સ કોલેજોમાં વર્ગ 3 અને 4 કર્મચારીઓમાં 2607 જગ્યાઓ ખાલી, પોલીટેકનીકમાં વર્ગ 1 અને 2 માટે 110 જગ્યાઓ ખાલી, ગુજરાત એન્જિનેરીંગ કોલેજોમાં 1011માંથી અધ્યાપકોની 380 જગ્યા ખાલી, રાજ્યમાં શિક્ષણ પર અનેક વિવાદો ચાલી રહ્યા છે ત્યારે અધ્યાપકો અને નોન ટીચિંગ સ્ટાફમાં ભરતી ન થવાથી શિક્ષણનું સ્તર નીચું આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. સરકાર દ્વારા શિક્ષણ અભિયાન ચાલવવામાં આવે છે, પરંતુ તે માત્ર કાગળ પર જ ચાલતું હોય તેમ લાગી રહ્યું છે.

પંકજ પટેલ
પંકજ પટેલ
આગામી સમયમાં નોન ટીચિંગ સ્ટાફમાં ભરતી આવવાની શક્યતા

રાજ્ય સરકાર દ્વારા આ ભરતી કરવામાં આવે તેવી અનેક યુનિવર્સિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અધ્યાપકોની અછતને લઈને તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર પડતી હોય છે. તેમછતાં સરકાર દ્વારા કેમ ભરતી કરવમાં આવતી નથી તે પણ એક પ્રશ્ન છે. આગામી સમયમાં નોન ટીચિંગ સ્ટાફમાં પણ મોટી ભરતી આવવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે કેટલીક યુનિવર્સિટીઓમાં સ્ટાફની અછતના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓ ઉભી થાય છે.

Last Updated : Feb 15, 2021, 6:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.