- શિલ્પાબેન ભટ્ટ GCCIમાં મહિલા વિંગના પ્રમુખ તરીકેની જવાબદારી લીધી
- માત્ર 1500 રૂપિયામાં શરૂ કર્યો બિઝનેશ
- બિઝનેસનું કદ વધતા પોતાનો શો-રૂમ શરૂ કર્યો
અમદાવાદ: હંમેશા ક્રિએટિવ અને એક્ટિવ રહેતા શિલ્પાબેનના દીકરાએ તેમને ચોકલેટ્સની વેરાયટી ઉપર વેપાર શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રોત્સાહન તેમની માટે એ હદે પ્રેરક બન્યું કે, તેમણે ઓછી મૂડીએ અને વધુ મહેનતે પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય લીધો અને પરિશ્રમના ફળ જેમ હંમેશા મીઠા હોય છે તેમ પરિશ્રમનો સ્વાદ શિલ્પાબેનને પણ મળ્યો છે.
આ પણ વાંચો:
સોશિયલ મીડિયાના માધ્યમથી 1000 મહિલાઓને આપી ટ્રેનિંગ
શિલ્પાબેન ભટ્ટે પોતાની કળાનો ઉપયોગ માત્ર પોતાના સુધી સીમિત ન રાખી અન્ય મહિલાઓ સુધી પણ ચોકલેટ્સનો બિઝનેસ કંઈ રીતે કરાય તે અંગેનું માર્ગદર્શન પહોંચે તે માટે એક હજાર મહિલાઓને ટ્રેનિંગ આપી છે. આમ શૂન્યમાંથી સર્જન કરનારા શિલ્પાબેન ભટ્ટ આજે ઘણી મહિલાઓ માટે પ્રેરણાદાયક સાબિત થઈ રહ્યા છે.