અમદાવાદઃ શહેરની સેશન્સ કોર્ટમાં શરતોનું પાલન અને ફરીવાર આ પ્રકારના ગુનામાં સંડોવાશે નહિ તેવી બાંહેધરીના આધારે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. અગાઉ 29ની જાન્યુઆરીના રોજ બોર્ડની બેઠકમાં હાજરી આપવા માટે કોર્ટે શહેઝાદ ખાનના 5 કલાકના જામીન મંજૂર કર્યા હતા.
શાહઆલમ હિંસા કેસમાં પોલીસે હાલ 49 લોકોની અટકાયત કરી છે. હિંસાની નોંધ લેતા સોમવારના રોજ ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા, જેમાં હિંસા ફેલાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. પોલીસ હાલ સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ગુરુવારે સાંજે બનેલી સમગ્ર ઘટનામાં 12 જેટલા પોલીસ કર્મચારી અને સામાન્ય લોકોને મળીને કુલ 30 લોકો ઈજાગ્રસ્ત પામ્યા હતા. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા વિસ્તારમાં પેટ્રોલિંગ અને 10થી વધુ ટિયરગેસના સેલ છોડાયા હતા.