ETV Bharat / city

અમદાવાદમાં હોળી અને ધુળેટીના જાહેરનામાંનો ભંગ કરતા અનેક ગુના નોંધાયા - Ahmedabad Police

રાજ્યમાં દરવર્ષે હોળી ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે આ જાહેરનામા ભંગના અનેક ગુનાઓ નોંધાયા છે.

અમદાવાદમાં હોળી અને ધુળેટીના જાહેરનામાંનો ભંગ કરતા અનેક ગુના નોંધાયા

author img

By

Published : Mar 30, 2021, 7:39 PM IST

  • કોરોના સંક્રમણને લઈ પોલીસ દ્વારા તહેવારોમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું
  • હોળી ધુળેટીના તહેવારમાં 235 જાહેરનામા ભંગના ગુના નોંધાયા
  • કુલ 246 લોકોની અટકાયત કરવામાં આવી

અમદાવાદઃ રાજ્યમાં દરવર્ષે હોળી ધુળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જોકે, આ વર્ષે કોરોના મહામારીને કારણે ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. અમદાવાદમાં પોલીસ કમિશ્નર દ્વારા રાત્રે 9 વાગ્યા પેહલા હોલિકાદહન પૂર્ણ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમજ ધુળેટીના તહેવારમાં જાહેરમાં અને સોસાયટીમાં ધુળેટી રમવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ હોળી-ધુળેટી મામલે અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું

જાહેરનામાં ભંગની 235 ફરિયાદો નોંધાઈ અને 246 લોકોની અટકાયત

અમદાવાદમાં શહેર પોલીસ દ્વારા હોળી અને ધુળેટીના તહેવારની ઉજવણીને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદમાં આ જાહેરનામાં ભંગની 235 ફરિયાદો નોંધવામાં આવી છે અને 246 લોકોની અટકાયત કરવામાં આવી છે.

પોલીસે કાર્યવાહી હાથ ધરી

કોરોના સંક્રમણને લઈ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં લોકો બેફામ તેનું ઉલ્લંઘન કરતા નજરે આવ્યાં હતા. જેથી લોકોની બેદરકારીને પગલે કોરોના સંક્રમણ વધે તો નવાઈ નહીં. અમદાવાદ પોલીસ દ્વારા કોરોના સંક્રમણ ન વધે તે માટે સોસાયટીમાં જઈને અને જાહેરમાર્ગ પર લોકોને ધુળેટી ના રમવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક જગ્યાએ ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. તેમ છતાં લોકોએ જાહેરનામાનો ભંગ કર્યો હતો. જેથી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.