ETV Bharat / city

સ્કૂલવર્ધિ વાહનચાલકોની હાલત કફોડી બની

કોરોનાને લઈને સ્કૂલના વાહનચાલકોની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે ગુજરાતમાં 80 હજાર જેટલા સ્કૂલવાન ચાલકો છે અને અમદાવાદમાં 15 હજાર સ્કૂલવાન ચાલકો રોજગારીની શોધમાં છે. અનેકવાર સરકારને રાહત પેકેજ માટે રજૂઆત કરવામાં આવી.

સ્કૂલવર્ધિ વાહનચાલકોની હાલત કફોડી બની
સ્કૂલવર્ધિ વાહનચાલકોની હાલત કફોડી બની
author img

By

Published : Apr 1, 2021, 8:02 PM IST

  • કોરોનાને લઈને સ્કૂલવર્ધિ વાહનચાલકોની હાલત કફોડી
  • સ્કૂલવાન ચાલકોએ પેટિયું રડવા 200 વાન વેચી
  • સરકાર માંગ નહીં સ્વીકારે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામા આવશેઃ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ

અમદાવાદઃ કોરોનાને લઈને સ્કૂલના વાહનચાલકોની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે ગુજરાતમાં 80 હજાર જેટલા સ્કૂલવાન ચાલકો છે અને અમદાવાદમાં 15 હજાર સ્કૂલવાન ચાલકો રોજગારીની શોધમાં છે. પોતાનું પેટીયું રળવા અમદાવાદના સ્કૂલવાન ચાલકોએ પોતાની 200 જેટલી સ્કૂલવાન વેચી હતી. અનેકવાર સરકારને રાહત પેકેજ માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ સરકાર દ્વારા કોઈ રાહત આપવામાં આવી નથી.

સ્કૂલવાન ચાલકોએ પેટિયું રડવા 200 વાન વેચી

આ પણ વાંચોઃ સુરતમાં સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો

સ્કુલવાનને સિટી રાઈડમાં ચલાવવા માટે પરમિશન આપવામાં આવેઃ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ

આ મામલે સ્કૂલવર્ધી એસોસિયેશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું કે જે રીતે મુંબઈ અને દિલ્હીમાં ટેક્સી ચાલે છે તે રીતે સ્કુલવાન તેમને સિટી રાઈડમાં ચલાવવા માટે પરમિશન આપવામાં આવે તો સરકારને પત્ર લખીને રજૂઆત કરી અને સરકાર સમક્ષ માંગ કરી હતી. સરકાર દ્વારા તેમને પરમીશન આપવામાં આવી નથી ત્યારે પોતાનું પેટીયું રળવા માટે હવે શું કરવું તે અંગે વાહનચાલકો મૂંઝવણમાં છે. દેવાદાર બનીને સ્કૂલવાન ચાલકોએ સ્કૂલવાન વેચીને રીક્ષા તેમજ અન્ય જગ્યાએ ડ્રાઇવરની નોકરી કરવાનું પસંદ કર્યું છે. આ ઉપરાંત હવે સ્કૂલવાનનું પાસિંગ અને અન્ય ટેક્સ જેવા સરકારી ખર્ચા માટે વાનચાલકોએ સરકાર ફ્રીમાં કરી આપે તેવી માંગ કરી છે. ત્યારે વધુમાં પ્રમુખે જણાવ્યું હતું કે આગામી સમયમાં સરકાર રાહત નાઈ આપે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.