- સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટમાં પાર્કિંગના ભાવમાં વધારો કરાયો
- પાર્કિંગનો ભાવ 30 રૂપિયાથી વધારીને 90 રૂપિયા કરવામાં આવ્યો
- ડોમેસ્ટિકથી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર જવા ફ્રી ઇલેક્ટ્રિક કારની વ્યવસ્થા કરાઈ
અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ, પાર્કિંગના ભાવમાં વધારો કરવામાં આવ્યો અને પાર્કિંગની સમય મર્યાદા ફક્ત 5 મિનિટની રાખવામાં આવી હતી. જેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને પાર્કિંગનો ભાવ 30 રૂપિયાથી વધારીને 90 રૂપિયા કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જ બમણો કરાયો
ETV ભારતના મીડિયા અહેવાલ બાદ નિર્ણય બદલાયો
ETV ભારત દ્વારા ઍરપોર્ટ પર સામાન્ય નાગરિકોની સાથે વાત કરવામાં આવી હતી. જેમાં નાગરિકો દ્વારા આ નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અદાણી ઍરપોર્ટ ઓથોરિટી દ્વારા સમય મર્યાદા 5 મિનીટથી વધારીને 10 મિનિટ કરવામાં આવી છે. ETV ભારતમાં પ્રસારીત કરવામાં આવેલા મીડિયા અહેવાલ બાદ અદાણી ઍરપોર્ટ દ્વારા સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આજથી અદાણી ગ્રુપે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંભાળ્યું સંચાલન
રીક્ષા ચાલકો માટે અલગ વ્યવસ્થા કરાઈ
શુક્રવારે મોડી સાંજે જ અદાણી ઍરપોર્ટ દ્વારા આ પ્રકારની માહિતી એક મીડિયા સ્ટેટમેન્ટ દ્વારા જણાવવામાં આવી છે. અદાણી ઍરપોર્ટ દ્વારા રીક્ષા ચાલકો માટે પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ શકે છે. તેવું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ઍરપોર્ટ પર ડોમેસ્ટિકથી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર જવા માટે ફ્રી ઇલેક્ટ્રિક કારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
અદાણી અંતર્ગત એરપોર્ટ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું શરૂ કરાયું
અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કરાતાં અદાણીના અંતર્ગત એરપોર્ટ સ્ટાફ ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ઈમિગ્રેશન સ્ટાફ સિક્યુરીટી સ્ટાફ અને અન્ય સ્ટાફ મેમ્બરોને અદાણી દ્વારા ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આગામી 7 તારીખથી એરપોર્ટનો તમામ કાર્યભાર અદાણી દ્વારા સંભાળવામાં આવશે.