ETV Bharat / city

રેલવે કર્મચારીઓના કોરોના વોરિયર એટલે સંજય સૂર્યાબલી - ahmedabad news

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ કાળ અને તેને લઈને અપાયેલા લોકડાઉનને એક વર્ષ પૂર્ણ થઇ ચૂકયું છે. ત્યારે લોકડાઉન દરમિયાન અનેક કોરોના વોરિયર્સ સમાજ માટે ઉપયોગી બન્યા છે. લોકડાઉનની અનેક યાદો લોકોના માનસપટ પર છવાયેલી છે. આવા જ એક કોરોના વોરિયર એટલે સંજય સૂર્યાબલી. અમદાવાદના રેલવે કર્મચારીઓ માટે ખરા અર્થમાં કોરોના વોરિયર વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયનના અમદાવાદ ડિવિઝનના જોઇન્ટ ડિવિઝનલ સેક્રેટરી સંજય સૂર્યાબલી છે.

સંજય સૂર્યાબલી
સંજય સૂર્યાબલી
author img

By

Published : Mar 25, 2021, 8:57 PM IST

  • કોરોના સંક્રમિત 250 કરતા વધુ રેલ પરિવારોને મદદ કરી ચુક્યા છે-સંજય સૂર્યાબલી
  • સમગ્ર ભારતમાં અમદાવાદ રેલવે મંડળ પર શરૂ કરાયું એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ
  • રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારજનો કોરોના સંક્રમિત થયા
  • કોવિડ સંક્રમિત ક્રિટિકલ રેલવે કર્મીઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર થઈ

અમદાવાદ: 2020માં ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં કોરોના કેસ આવવાની શરૂઆત થઇ અને સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું. આ દરમિયાન નાગરિકો માટે રેલવે સુવિધાઓ પણ બંધ રહી. પરંતુ પરપ્રાંતીઓને પોતાના વતન મોકલવામાં અને માલસામાનની હેરફેરમાં રેલવે કર્મચારીઓ સતત કામ કરતા રહ્યા છે. રેલવે એક મોટું જાહેર સાહસ હોવાથી તેના કર્મચારીઓ પણ રેલવે કોલોનીઓમાં રહે છે. તેઓ જે-તે શહેરમાં આવેલા હોય છે, ત્યારે રેલવે કર્મચારીઓ પણ પોતાની ફરજ દરમિયાન સંક્રમિત થતા હોય છે. તેમના પરિવારના લોકો પણ સંક્રમિત થતા હોય છે.

આ પણ વાંચો: ધુળેટી રમવા પર પ્રતિબંધ થતાં કલર અને પિચકારીના હોલસેલના વેપારીઓની હાલત કફોડી બની

રેલ કર્મચારીઓ માટે શરૂ કરાઇ હતી 'એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ'

જ્યારે નાના કર્મચારી સંક્રમિત થાય અને હોસ્પિટલમાં દાખલ થાય, ત્યારે હોસ્પિટલનું બિલ સામાન્ય રીતે લાખોમાં થતું હોય છે. ત્યારે નાના કર્મચારીઓને લઈને રેલવે દ્વારા 'ડાયરેક્ટ પેમેન્ટ સિસ્ટમ' શરૂ કરવામાં આવી હતી. આ માટે સંજય સૂર્યાબલીએ વેસ્ટર્ન રેલવેના અમદાવાદના ડિવિઝનલ મેનેજર દિપક કુમાર ઝાને રજૂઆત કરી હતી. ભારતીય રેલવેમાં સૌપ્રથમ વખત 'એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ' અમદાવાદમાં શરૂ કરાઇ હતી. જે અંતર્ગત જો રેલવેનો કોઇપણ કર્મચારી કોરોનાગ્રસ્ત થાય અને ક્રિટિકલ હોય કે, જેને હોસ્પિટલમાં દાખલ કરવો પડે. તો તે અંગે હોસ્પિટલના થનારા કુલ ખર્ચનો એસ્ટીમેટ મેળવી લેવાતો હતો. જેની પૂરી રકમ તે કર્મચારીના ખાતામાં એડવાન્સ જમા થઈ જતી.

250થી વધુ કોરોનાગ્રસ્ત કર્મચારીઓની મદદ કરી ચુક્યા છે-સંજય

250થી વધુ કોવિડ ઇન્ફેકટેડ રેલવે કર્મચારી કે તેમના પરિવારજનોની સંજય સૂર્યાબલીએ રૂબરૂ હોસ્પિટલમાં જઇને મુલાકાત લીધી છે. તેમને આશ્વાસન અને હિંમત આપ્યા છે. એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અંતર્ગત હોસ્પિટલના 02 લાખથી લઈને 20 લાખ સુધીના બિલ પણ આવ્યા છે. જેની ચુકવણી રેલવે દ્વારા કરવામાં આવી છે. 19 જાન્યુઆરી, 2019ના રોજ કોવિડ કેસ ઘટતા આ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી, પરંતુ ફરી કોરોનાની લહેર જોતા સંજયની રજૂઆતથી ફરીથી છેલ્લા અઠવાડિયાથી આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હાલ 06 જેટલા રેલકર્મી અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં એડમિટ છે. સંજય તેમની રોજ મુલાકાત લે છે.

આ પણ વાંચો: પાટણમાં પટોળાના ઉદ્યોગ પર કોરોનાની માઠી અસર

રેલ કર્મચારીઓના દુઃખમાં આગળ-સંજય

કોરોના ઉપરાંત અન્ય ગંભીર બિમારીઓથી પિડાતા રેલવે કર્મચારીઓને હોસ્પિટલમાં મળવા જઈને સંજય તેમને સાંત્વના આપતા હોય છે. તેઓ ડોકટર, દર્દી, દર્દીના સગા અને રેલવે વચ્ચે કડીનો ભાગ ભજવે છે. કોરોના કાળમાં જ્યારે દર્દીના સગા પણ હોસ્પિટલમાં આવતા ડરતા, ત્યારે સંજય PPE કિટ અને માસ્ક પહેરીને કોવિડ હોસ્પિટલમાં જતા. દિવાળીના સમયે સંજયે કોવિડ હોસ્પિટલમાં સુગર ફ્રી મીઠાઈ વહેંચીને તેમની વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી. જરૂરિયાતમંદ લોકોની મદદ પણ તેઓ કરે છે. તેમને પોતાના હાથે 500 માસ્ક બનાવ્યા હતા અને 10 હજાર માસ્કનું વિતરણ કર્યું હતું.

કેવી રીતે કોરોનાથી પોતાને પ્રોટેક્ટ કરતા હતા સંજય ?

આ સમયગાળા દરમિયાન તેઓ સાબુથી હાથ ધોતા, સેનિટાઈઝર વાપરતા, લિક્વિડ ખોરાક લેતાં, ભરપેટ ભોજન લેતા હતા. શરૂઆતમાં તેમને ડર પણ લાગતો, પરંતુ ડોક્ટર સાથે સંપર્ક સાધીને તેઓ અઠવાડિક ઇમ્યુનિટી વધારતું ટેબલેટ પણ લેતા હતા. ઘરે આવે ત્યારે પરિવાર સંક્રમિત ન થાય તે માટે પહેલા સ્નાન કરતા હતા.

કોરોનામાં આંખ ભીની કરતો બનાવ

ક્યારેક એવી પરિસ્થિતિઓ પણ ઉપસ્થિત થતી કે, જે તેમના દિલને હચમચાવી મૂકતી સંજયે જણાવ્યું હતું કે, હાટકેશ્વરમાં એક રેલવે કર્મચારીનું કોવિડને લઈને મૃત્યુ થયું હતું. ત્યારે સ્મશાને તેમના અર્થીને કાંધ આપવા માટે તેમના પરિવારમાંથી બે વ્યક્તિ આવ્યા હતા. ત્રીજા તેઓ તેઓ પોતે અને ચોથા વ્યક્તિ તરીકે શબવાહિનીના ડ્રાઈવરને વિનંતી કર્યા પછી, તે આવ્યા હતા. કેટલાય રેલવે કર્મચારી અને તેમના સગા કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેમની અંતિમ ક્રિયાઓ પણ સંજયે કરેલી છે.

રેલ કર્મચારીઓને કોવિડની રસી આપવા દરખાસ્ત

હવે જ્યારે કોરોનાની રસી આવી ચૂકી છે, ત્યારે કોરોના સમયમાં સતત કાર્ય કરનારા રેલવે કર્મચારીઓને પહેલાં રસી અપાય તે માટે રજૂઆત પણ તેઓ કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.