- રિવરફ્રન્ટ પર બ્રિજ માટેની જગ્યાની ફાળવણી યોગ્ય રીતે કરાઈ
- આગામી 4થી 5 મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થશે
- સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે 850 કરોડનો વધારાનો ખર્ચ કરાશે
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ વધુ લાંબો બનાવવા માટે સેકન્ડ ફેજ શરૂ કરવા માટેની આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. 11 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટને વધુ 5 કિમી જેટલી લંબાઈ આપવામાં આવશે. આ સાથે, તેના માટે 126 હેક્ટર જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચો: મનપા દ્વારા અમદાવાદીઓની સુવિધામાં વધારો કરવાનો નિણર્ય
કોમર્શિયલ હબ બનાવવા માટેની વિચારણા
સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે તમામ રસ્તા અને બ્રિજ માટેની જગ્યાની ફાળવણી યોગ્ય રીતે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના આશ્રમરોડ નજીકનો વિસ્તાર ખૂબ જ વ્યસ્ત રહેતો વિસ્તાર છે. આ સાથે વ્યવસાયિક વિસ્તારમાં એલિસબ્રિજથી ઉસ્માનપુરા સુધીનો પણ સૌથી વ્યસ્ત વિસ્તાર છે. તો ત્યાં, આગળ કોમર્શિયલ હબ બનાવવા માટે તંત્ર વિચારણા કરી રહ્યું છે.
આ પણ વાંચો: વડાપ્રધાનની સી પ્લેનની સફરને લઇ રિવરફ્રન્ટ ખાતે ફાયર વિભાગની તૈયારીઓ
રિવરફ્રન્ટના ડેવલોપમેન્ટ માટે 850 કરોડનો ખર્ચ
સાબરમતી રિવરફ્રંટના ડેવલોપમેન્ટ માટે શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં ફૂટ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જોકે, છેલ્લા ઘણા સમયથી ચાલતી આ કામગીરી પુર્ણ થતાં હજુ પણ 4થી 5 મહિનાનો સમયગાળો લાગી શકે તેમ છે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી રિવરફ્રન્ટના ડેવલોપમેન્ટ માટે 850 કરોડનો વધારાનો ખર્ચ આગામી સમયમાં કરશે અને રિવરફ્રન્ટને વધુ 5 કિલોમીટર વધારવામાં આવશે.