ETV Bharat / city

કૉંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ... આજે લાગશે વધુ એક ઝટકો

author img

By

Published : May 3, 2022, 8:44 AM IST

ગુજરાત કૉંગ્રેસને આજે ફરી એક વાર મોટો ફટકો (Earthquake in Gujarat Congress) લાગશે. કારણ કે, સાબરકાંઠા ખેડબ્રહ્મા કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ આજે ભાજપમાં (Ashwin Kotwal to join BJP) જોડાશે.

કૉંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ... આજે લાગશે વધુ એક ઝટકો
કૉંગ્રેસમાં એક સાંધે ને તેર તૂટે જેવી સ્થિતિ... આજે લાગશે વધુ એક ઝટકો

અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યા છે. જોકે, વહેલી ચૂંટણી યોજાવાની વાતને ભાજપે ફગાવી દીધી છે, પરંતુ આયારામ ગયારામની પરિસ્થિતિ યથાવત્ છે. જોકે, આ બધામાં એક સાંધેને તેર તૂટે જેવી સ્થિતિ તો કૉંગ્રેસમાં (Earthquake in Gujarat Congress) જોવા મળી છે. કારણ કે, સાબરકાંઠા ખેડબ્રહ્મા કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ (Sabarkantha Khedbrahma Congress MLA Ashwin Kotwal) આજે કૉંગ્રેસનો (Ashwin Kotwal to join BJP) હાથ છોડી ભાજપનો કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કૉંગ્રેસનું સંખ્યાબળ ઓછું થતું જાય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો- 'અંદરની વાત' : ગુજરાતમાં NCPના એક માત્ર ધારાસભ્ય, કે જેની ભાજપમાં જોડાવવાની થઈ રહી છે ચર્ચા...

એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જતા નેતાઓ - ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) પહેલાં લાભ લેવા નેતાઓ અને ધારાસભ્યો વંડી ઠેકીને બીજી પાર્ટીમાં જઈ રહ્યા છે. ખાસ કરીને કૉંગ્રેસ વધુ તૂટી રહી છે. થોડા સમય પહેલાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનિલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે કૉંગ્રેસના વર્તમાન ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. અશ્વિન કોટવાલ છેલ્લી ત્રણ વિધાનસભાથી ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) જીતતા આવ્યા છે.

આ પણ વાંચો-Politics in Rajkot Khodaldham : નરેશ પટેલને લઇ ઉભર્યો જૂથવાદ, ટીલાળાના નિવેદન મુદ્દે હવે સામે આવી જુદી જ વાત

કૉંગ્રેસ માટે કપરી સ્થિતિ - વર્તમાનમાં કોંગ્રેસના મજબૂત નેતા હાર્દિક પટેલ પણ કોંગ્રેસ છોડે તેવી સંભાવના છે. તો બીજી તરફ પાટીદાર અગ્રણી નરેશ પટેલ પણ ભાજપમાં જોડાય તેવી શકયતા છે. અશ્વિન કોટવાલ (Ashwin Kotwal to join BJP) આજે (મંગળવારે) ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પોતાના સમર્થકોની ઉપસ્થિતિમાં કેસરિયો ધારણ કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.