- કોરોના વેક્સિન લેનારા લોકોનો રેકોર્ડ બ્રેક
- એક દિવસમાં 762 લોકોએ લીધી કોરોના વેક્સિન
- સિવિલમાં માત્ર 59 એક્ટિવ કેસ
અમદાવાદ: કોરોના વાઇરસની મહામારી વચ્ચે વેક્સિન આશીર્વાદ રૂપ સાબિત થઇ છે. ભારતમાં વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં રહી છે, ત્યારે આજે સિવિલમાં રેકોર્ડબ્રેક એટલે કે, 762 લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં હવે માત્ર 59 કેસ કોરોનાના એક્ટિવ છે.
એક જ દિવસમાં 762 લોકોને વેક્સિન અપાઈ
સિવિલ હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓને વેક્સિન અપાઈ રહી છે, ત્યારે સિવિલમાં આજે રેકોર્ડ બ્રેક વેક્સિન અપાઈ છે.આજે 762 કર્મીઓને વેક્સિન અપાઈ હતી. વેક્સિન સેન્ટરની બહાર આરોગ્યકર્મીઓની લાઈન પણ લાગી હતી. તો લોકોનો જુસ્સો વધારવા સિવિલના સુપ્રિટેનડેન્ટ ડૉ. જે.વી.મોદી પણ હાજર રહ્યા હતા.
સિવિલમાં કોરોનાના માત્ર 59 એક્ટિવ કેસ
સિવિલ હોસ્પિટલમાં એક સમયે 1200 બેડની હોસ્પિટલ સમગ્ર કોરોનાના દર્દીઓથી ભરાયેલી હતી, ત્યારે આજે માત્ર 59 દર્દીઓ જ માત્ર 1200 બેડની હોસ્પિટલમાં જોવા મળ્યા હતા.એટલે કે, હવે ટૂંક સમયમાં 1200 બેડ સંપૂર્ણ ખાલી થાય તો કોરોના માટે અન્ય વિકલ્પ શોધવામાં આવશે અને 1200 બેડની હોસ્પિટલ અન્ય દર્દીઓ માટે શરૂ કરવામાં આવશે. હાલ કોરોના પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ લોકોએ હજુ માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.