ETV Bharat / city

ધોળકામાં સગીરા પર 8 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ, હાલત ગંભીર - સગીરા પર સામૂહિક દુષ્કર્મ

ધોળકામાં સામૂહિક દુષ્કર્મની (Rape case Ahmedabad) ઘટના સામે આવી છે. એક સગીરા પર 8 લોકોએ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ સ્ટેશનમાં ફરીયાદ (Rape Complaint In Ahmedabad) નોંધાવવામાં આવી છે. હાલ, સગીરાને સોલા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.

ધોળકામાં સગીરા પર 8 શખ્સો દ્વારા સામૂહિક દુષ્કર્મ

author img

By

Published : Mar 13, 2022, 8:39 AM IST

અમદાવાદ : રાજ્યમાં થોડા સમયથી દુષ્કર્મની અનેક ફરિયાદો સામે આવી રહી છે. તેવી એક ઘટના ફરીથી ધોળકામાં (Rape case Ahmedabad) જોવા મળી છે. ધોળકા પોલીસ સ્ટેશનમાં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ (Rape Complaint In Ahmedabad) છે. 15 વર્ષની સગીરા પર 8 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે.

આ પણ વાંચો : નવસારી દુષ્કર્મ પીડિતાની માતાની હૈયાવરાળ, કહ્યું- સાડા 3 મહિના વિત્યા છતાં મારી દીકરી ન્યાયથી વંચિત

8 શખ્સો સામે ગુનો: આ ઘટના બાદ સગીરાને (rape On Minor Girl ) સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લેવામાં આવી છે. હાલ, ધોળકા પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, FSLની ટીમને સાથે રાખીને ઘટના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ રૂમમાં ગોંધી દીધી, સારવાર મળ્યાં પહેલાં મોત

યુવતીએ પોલીસને આપ્યું નિવેદન : ગુરૂવારે રાત્રિના સમયે ધોળકાના એક ગામના ખેતરમાં સામૂહિક દુષ્કર્મની આ ઘટના બની હતી. આ ઘટનામાં 8થી પણ વધારે લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે. ભોગ બનનારી યુવતીને પ્રાથમિક સારવાર ધોળકા ખાતે આપ્યા બાદ, સ્થિતિ ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવી છે. યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે, પરંતુ તે અંગે કોઈ માહિતી અત્યારે જાહેર કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.