ETV Bharat / city

ગુજરાત કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની મેરેથોન રણનીતિ, રાહુલ ગાંધીના અમદાવાદમાં કાર્યક્રમો જાણો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 ને લઈને 5 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવી રહ્યા છે. અમદાવાદમાં પરિવર્તન સંકલ્પ યાત્રા અને બુથ સંવાદ કાર્યક્રમ હેઠળ તેઓ યુવાનોને સંબોધન કરવાના છે. ત્યારબાદ મેરેથોન બેઠકનું પણ આયોજન કરવામાં આવેલું છે. Rahul Gandhi to visit Ahmedabad on September 5 , Gujarat Congress Election Strategy , Gujarat Assembly Election 2022

ગુજરાત કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની મેરેથોન રણનીતિ, રાહુલ ગાંધીના અમદાવાદમાં કાર્યક્રમો જાણો
ગુજરાત કોંગ્રેસે શરૂ કરી ચૂંટણીની મેરેથોન રણનીતિ, રાહુલ ગાંધીના અમદાવાદમાં કાર્યક્રમો જાણો
author img

By

Published : Sep 3, 2022, 6:55 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ લડવા કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે અમદાવાદ ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 )આવીને રિવરફ્રન્ટ પર ચૂંટણીનું રણશીંગુ( Gujarat Assembly Election 2022 ) ફુંકશે અને બાવન હજાર બુથ પ્રતિનિધિઓ સાથે સંવાદ કરશે. તે ઉપરાંત પ્રભારી સહિતના પ્રદેશ નેતાઓ સાથે બેઠક યોજીને રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરશે. કોંગ્રેસની નબળાઈ કે નબળા દેખાવ માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં ઢીલ બુથ લેવલે નબળા મેનેજમેન્ટ જેવા કારણો માલુમ પડ્યાં હતાં તેને ધ્યાને રાખી પાર્ટીએ પ્રથમ વખત બુથ મેનેજમેન્ટ પર ભાર મૂકયો હતો. પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસની ચૂંટણી રણનીતિ અંગે ખુલીને વાત કરી હતી.

રઘુ શર્માએ કોંગ્રેસની ચૂંટણી રણનીતિ અંગે ખુલીને વાત કરી હતી

બુથના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર રાહુલ ગાંધી આગામી 5મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તેને લઇને ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડો રઘુ શર્માએ કહ્યું ( Gujarat Congress in-charge Raghu Sharma ) કે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 5મી તારીખે રાહુલ ગાંધી ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 )સંમેલનને સંબોધન કરવાના છે. પરિવર્તન સંકલ્પ બૂથસ્તરીય સંમેલન નામ આપવામાં આવ્યું છે. પુરા ગુજરાતમાં અમારા આગેવાનો આ કાર્યક્રમ અંગે કામ કરી રહ્યાં છે. બુથના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવા રાહુલ ગાંધી આવી રહ્યા છે.

રાહુલ ગાંધીનો કાર્યકર્તાઓ સાથે સંવાદ બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે સરકારમાં પરિવર્તન, બેરોજગારીમાં પરિવર્તન લાવવામાં આવશે. મહિલાઓ ઉપર થતાં અત્યાચારમાં પરિવર્તન પેપર ફૂટવાની ઘટનામાં પરિવર્તન લાવવા માટેનો સંકલ્પ છે. 52 હજાર બુથ ઉપરના યોદ્ધાઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ યોદ્ધાઓને રાહુલ ગાંધી માર્ગદર્શન ( Rahul Gandhi talk with congress workers ) આપવાના છે.

ઉમેદવાર પસંદગી સંબંધી ચર્ચા વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત પ્રદેશ નેતાઓ સાથેની બેઠકમાં રાહુલ ગાંધી ઉમેદવાર પસંદગી સંબંધી ચર્ચા કરશે. જેમાં તાજેતરમાં હાઇકમાન્ડમાં મોકલવામાં આવેલી યાદીને લઈ થઈ શકે છે. ત્યારબાદ કોંગ્રેસની ચૂંટણી સમિતિની પ્રથમ બેઠક થશે. આ જ દિવસે સ્ક્રિનિંગ કમિટીની પણ બેઠક યોજવામાં આવશે, 15મી સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાનો ટાર્ગેટ નકકી થયો છે. પ્રથમ લિસ્ટમાં 20થી 25 ઉમેદવારોના નામો જાહેર (Gujarat Congress candidate first list) થવાની શકયતા છે.

રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અંગે સમગ્ર વાત કરીએ તો સવારે અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું ( Rahul Gandhi to visit Ahmedabad on September 5 ) આગમન થશે. ત્યારબાદ તેઓ રોડ શોના માધ્યમથી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે સભામાં આવશે. જ્યાં તેઓ સભાને સંબોધન કરશે. બાદમાં પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેઓ દિલ્લી જવા રવાના થવાના છે.

હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ કરી શક્યું નથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. તેમાં કોંગ્રેસને 16 બેઠકોનો ફાયદો થયો હતો. જોકે તેની સામે ભાજપે 99 બેઠક મેળવીને સરકાર બનાવી હતી. છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો કોંગ્રેસનો પંજો તરછોડી ભાજપમાં જોડાઇ ગયાં છે. એ સિવાય અનેક કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાયાં છે. હાઈકમાન્ડ કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ કરી શક્યું નથી. કોંગ્રેસમાં ઉચ્ચ નેતાગીરીને લઇને અસંતોષના વાદળો ઘેરાયેલાં રહ્યાં છે. હવે રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે અમદાવાદ આવીને શું નિર્ણય કરે છે તેના પર ઘણો મદાર છે.

સિનિયર નેતોઓે સાઈડ લાઈન જોકે રાહુલ ગાંધીના પ્રવાસને લઈ ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતોઓને સાઈડ લાઈન કરવામાં આવતા તેઓ ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે. જેઓ સીધા રાહુલ ગાંધી સમક્ષ ફરિયાદ કરી શકે તેવો વંટોળ જોવા મળી રહ્યો છે. ત્યારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ( Gujarat Assembly Election 2022 ) રાહુલ ગાંધી તૂટી રહેલી કોંગ્રેસને બચાવવા શું કરશે તેની પર સૌની નજર રહેલી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.