અમદાવાદ: GLS કોલેજમાં થોડા સમય અગાઉ ABVPના કાર્યકર્તાઓ (ABVP Members GLS College) દ્વારા વિદ્યાર્થીઓનું રેગિંગ (Ragging in GLS College Ahmedabad) કરવામાં આવ્યું હતું. તો આજે ફરીથી અગાઉના વિવાદિત ABVPના નેતાઓ દ્વારા જ એક વિદ્યાર્થિનીને હેરાન-પરેશાન કરીને રેગિંગ કરવામાં આવી રહ્યું છે. આ મામલે વિદ્યાર્થિનીએ GLS યુનિવર્સીટી (GLS University Ahmedabad)માં અને નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station)માં 4 વ્યક્તિઓ વિરુદ્ધ અરજી કરી ફરિયાદ નોંધાવી છે.
હું GLS કોલેજમાં સુરક્ષિત નથી મહેસૂસ રહી- GLS કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને GLS કોલેજના જ ABVPના નેતા ચાહત ઠાકોર, પાર્થ ચૌહાણ તથા અન્ય મુસ્કાન અને વંશિકા પંચાલ નામની યુવતી દ્વારા કોલેજ કેમ્પસમાં હેરાન કરવામાં આવે છે. વિદ્યાર્થિનીએ કરેલ અરજીમાં જણાવ્યું છે કે, હું GLS યુનિવર્સિટીમાં સુરક્ષિત મહેસૂસ (Women Safety In College Ahmedabad) કરતી નથી, કારણકે વંશિકા નામની યુવતી બીજી કોલેજમાં ભણે છે પરંતુ તેની બહેનપણીઓ અને અન્ય મિત્રો ABVPમાં હોવાથી તે અહીંયા આવે છે.
આ પણ વાંચો: ABVP Raging in GLS College 2021 : વિદ્યાર્થી જૂથોની બબાલમાં પરાણે જયશ્રી રામના નારા બોલાવડાવવાનો વિવાદ
એક્ટિવા લેવા મોકલેલા ફ્રેન્ડને માર માર્યો- તેણે વધુમાં જણાવ્યું કે, છોકરાઓ પણ ન બોલે તેવી બીભત્સ ભાષામાં (harassment in college campus Ahmedabad) તે મારી સાથે વાત કરી રહી છે. કોઈપણ પ્રકારે મને હેરાન કરે છે અને કહે છે કે, અમે તને હજુ વધારે હેરાન કરીશું તારે જે કરવું હોય તે કર. વંશિકા પાર્કિંગમાં ઊભી હતી જેથી મેં મારું એક્ટિવા લેવા મારા ફ્રેન્ડને મોકલ્યો હતો ત્યારે ચાહત ઠાકોર અને પાર્થ ચૌહાણે મારા મિત્ર ક્રિષ્નાને ખૂબ (Crime In Ahmedabad) માર્યો હતો. વંશીકાને અમારી કોલેજની મુસ્કાન પણ મદદ કરી રહી છે. મને મારી એક ફ્રેન્ડે પણ કહ્યું કે, હું આ લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરીશ તો તે લોકો મને વધારે હેરાન કરશે.
આ પહેલા પણ વિવાદમાં રહી ચૂક્યો છે આરોપી- યુવતીએ અરજીમાં 2 યુવકના નામ આપ્યા તે ચાહત ઠાકોર અગાઉ GLS કોલેજમાં રેગિંગની ઘટનામાં સામેલ હતો. ઉપરાંત તલવાર વડે કોલેજની બહાર કેક કાપવા મામલે પણ તેની સામે ફરિયાદ થઈ હતી અને તે સમયે પણ રેગિંગનો ભોગ બનેલા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી, પરંતુ તેમની ફરિયાદ લેવાઈ નહોતી. ચાહત ઠાકોર રાજકીય વગ ધરાવતો હોવાથી તથા ABVPમાં નેતા હોવાથી પોલીસ પણ આંખ આડા કાન કરી રહી છે. બીજી પણ રેગિંગની ઘટના બની છે જેમાં વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: ABVPએ કર્યો આક્ષેપ, કહ્યું- ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં NSUIના સેનેટ મેમ્બરે કરી ચોરી
ફોન લઈ લેવામાં આવે છે અને પૈસાની માંગણી કરવામાં આવે છે- ફરિયાદ કરનારી વિદ્યાર્થિનીએ Etvને કહ્યું હતું કે, હવે મારા ફ્રેન્ડ મારી સાથે ફ્રેન્ડશીપ નથી રાખી રહ્યા, કેમ કે તેમને ડર છે કે તેમને હેરાન કરીને મારવામાં આવશે. વંશિકા અને તેના 3 સાથીઓ ક્યારેક ફોન લઈ લે અને પૈસા માંગે છે અને આમ, વારંવાર કોલેજમાં બધાને પરેશાન કરે છે. બધા આ લોકોના ડરના કારણે ફરિયાદ કે, રજtઆત કરતા નથી. મારે અત્યારે પરીક્ષા ચાલે છે અને આ લોકોના કારણે હું સ્ટ્રેસમાં આવી છુ. જ્યારે તેઓ પોતાની વગના કારણે લોકોને હેરાન કરે છે. કોલેજને અગાઉ પણ આ અંગે જાણ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોલેજ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.