ETV Bharat / city

અમદાવાદઃ ટ્રાફિક પોલીસ અને દબાણ ખાતાની કાર્યશૈલીથી વેપારીઓ નારાજ - અમદાવાદ પૂર્વ વિસ્તાર

અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં લોકો વાહનો આડેધડ પાર્ક કરતા હોવાથી ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. લોકોને આ વાહનો નડે નહીં તે માટે ટ્રાફિક પોલીસની ક્રેને આવા અડચણરૂપ વાહનોને ઉપાડી જવાની કામગીરી ઝડપી બનાવી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ અને દબાણ ખાતાની કાર્યવાહી પર સવાલ ઊભા થાય છે.

કોટ વિસ્તારમાં ટોઉંગ થતા વાહનોથી ટ્રાફિક પોલીસ સામે લોકોની નારાજગી

author img

By

Published : Oct 16, 2020, 7:38 PM IST

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારોમાં માર્ગ સાંકડા હોવાથી વાહનો તો ઠીક લોકોને ચાલવાની પણ જગ્યા નથી હોતી. શહેરના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ રસ્તામાં અડચણરૂપ વાહનોને ઊઠાવવાની કામગીરી કરી રહી છે. જોકે તમામ જગ્યાઓ પર ટ્રાફિક નિયમન માટે બોર્ડ મુકવામાં આવ્યા છતાં લોકો વાહનોને આડેધડ પાર્ક કરીને જતા રહે છે.

કોટ વિસ્તારમાં ટોઉંગ થતા વાહનોથી ટ્રાફિક પોલીસ સામે લોકોની નારાજગી
કોટ વિસ્તારમાં ટોઉંગ થતા વાહનોથી ટ્રાફિક પોલીસ સામે લોકોની નારાજગી

ટ્રાફિક નિયમન માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજી, સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ વધતા જતા વાહનો અને પાર્કિંગની અપૂરતી જગ્યાના કારણે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાય છે. હાલમાં પોલીસ અડચણરૂપ વાહનોને કબજે કરી દંડ વસૂલી રહી છે, પરંતુ કેટલીક વાર ટ્રાફિક પોલીસ સાથે કામ કરતા વાહનો ઉપાડવાવાળા માણસો કોમ્પલેક્સ કે માર્ગો પર યોગ્ય રીતે પાર્કિંગ કરેલા વાહનો પણ ઉપાડી જતાં ભારે હોબાળો થાય છે.

શહેરના કેટલાક વિસ્તારોમાં ઈરાદા પૂર્વક વાહનો ઉપાડી જઈ પોલીસ સ્ટેશનમાં ઠાલવી દેવામાં આવે છે. બીજી તરફ માર્ગો પર, ચાલવાની ફૂટપાથો પર અને નો પાર્કિંગ ઝોનના પાટિયાં નીચે લારી, ગલ્લા, રેકડીઓ સતત વધતી જ જાય છે, જે ટ્રાફિક નિયમન, પાર્કિંગ અને રાહદારીઓ માટે ભારે મુશ્કેલી સર્જે છે. સ્થાપિત હિતો, ટ્રાફિક પોલીસ અને દબાણ ખાતાની કાર્યશૈલીથી વેપારીઓ નાગરિકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.