ETV Bharat / city

PSI Recruitment : ગુજરાત હાઇકોર્ટ આપ્યો મોટો ચૂકાદો, જાણો શું છે સમગ્ર વિગતો - PSI Recruitment Main Exam Date

પીએસઆઇની સીધી ભરતીના (PSI Recruitment) વિવાદના મામલે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પીએસઆઇની ભરતી વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો (Judgment of Gujarat High Court )આપ્યો છે. જેને લઇને પરીક્ષાર્થી અને તમામ લોકોના ઉપરથી સંકટના વાદળો હટી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

PSI Recruitment : ગુજરાત હાઇકોર્ટ આપ્યો મોટો ચૂકાદો, જાણો શું છે સમગ્ર વિગતો

author img

By

Published : Jun 8, 2022, 5:46 PM IST

Updated : Jun 8, 2022, 6:36 PM IST

અમદાવાદ- પીએસઆઇની સીધી ભરતીના (PSI Recruitment) વિવાદના મામલે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પીએસઆઇની ભરતીના વિવાદને લઈને ગુજરાત હાઇકોર્ટે ચૂકાદો (Judgment of Gujarat High Court )આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીને (PSI Recruitment Opposition Application) ફગાવી દીધી છે અને દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવાર બોલાવવાની માગણી પણ ફગાવી દીધી છે. આ ઉપરાંત હાઈકોર્ટે એમ પણ કહ્યું છે કે પ્રિલીમમાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલવાની પદ્ધતિ ખૂબ જ યોગ્ય છે. આથી કોર્ટે ચૂકાદો આપતા એ પણ કહ્યું છે કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે.

સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું ઠેરવ્યું - પીએસઆઇ ભરતીના (PSI Recruitment) વિવાદનો મામલો ઘણા સમયથી હાઇકોર્ટમાં એના મુદ્દે સુનાવણી ચાલી રહી હતી. ત્યારે આજે હાઇકોર્ટે આ સમગ્ર મામલે પોતાનો ચુકાદો (Judgment of Gujarat High Court )આપ્યો છે. હાઈકોર્ટે પ્રિલિમ પરીક્ષામાં મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં બોલાવવાની સરકારની પદ્ધતિ યોગ્ય હોવાનું ઠેરવ્યું છે અને સાથે સાથે દરેક કેટેગરીમાં ત્રણ ગણા ઉમેદવારોને લાવવાની માંગ (PSI Recruitment Opposition Application)સાથે થયેલી પિટિશનમાં હાઈકોર્ટે ફગાવી દીધી છે.

આ પણ વાંચોઃ કોન્સ્ટેબલો હવે શરૂ કરી દો તૈયારી, PSI ભરતીમાં ખાતાકીય પ્રમોશન મામલે HCએ આપી મોટી રાહત

હાઇકોર્ટે શું નોંધ લીધી - ગુજરાત હાઇકોર્ટે એ પણ નોંધ્યું છે કે ઓપન કેટેગરી તમામ ઉમેદવારો માટે ખુલ્લી છે અને અનામત કેટેગરીમાં આવતાં ઉમેદવારના મેરિટમાંથી સારા માર્કસ હોય તો જનરલ કેટેગરીમાં આવી શકે છે. જનરલ કે બિનઅનામત કેટેગરીનો અર્થ એ નથી કે તેમાં મેરિટવાળા અનામત બેઠકના ઉમેદવારોને સમાવી ન શકાય.
સાથે જ હાઈકોર્ટે જે પણ અરજી થયેલી હતી તેને પણ (PSI Recruitment Opposition Application)ફગાવી દીધી છે અને રાજ્ય સરકારના અને ભરતી બોર્ડ અને ઓથોરિટીના નિયમ પ્રમાણે મેરીટ પ્રમાણે ઓપન કેટેગરીમાં જે પણ પદ્ધતિ છે યોગ્ય છે એવું પણ હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં (Judgment of Gujarat High Court )નોંધ્યું છે.

આ પણ વાંચોઃ Hearing in Gujarat High Court : PSI ભરતી મુદ્દે હાઇકોર્ટે ભરતી બોર્ડ અને સરકારને કેમ અર્જન્ટ નોટિસ ફટકારી?

શું હતો સમગ્ર મામલો - પીએસઆઇ ભરતીના (PSI Recruitment) પ્રિલીમ પરીક્ષાના જાહેરાત બાદ 100 જેટલા ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પ્રીલીમ પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ આ વિરોધ (PSI Recruitment Opposition Application)નોંધાવવામાં આવ્યો હતો અને જે પણ ભરતી નિયમ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવી છે તે અયોગ્ય છે તથા gpsc પેટર્ન પ્રમાણે પણ આ ભરતી અયોગ્ય છે એવી અરજદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં લાંબો સમય સુનાવણી ચાલુ હતી અને સોમવારે બંને પક્ષો દ્વારા હાઈકોર્ટમાં સુનાવણી (Gujarat High Court Hearing) પૂર્ણ થઇ જતાં ગુજરાત હાઇકોર્ટે આજે આ મહત્વનો ચૂકાદો (Judgment of Gujarat High Court ) આપ્યો છે.

એ મહત્વનું છે કે 12 જૂને (PSI Recruitment Main Exam Date) પીએસઆઇની (PSI Recruitment) મુખ્ય પરીક્ષા લેવાનાર છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે ચૂકાદો (Judgment of Gujarat High Court )આપી દેવામાં આવતા પરીક્ષાર્થી અને તમામ લોકોના ઉપરથી સંકટના વાદળો હટી ગયા હોય તેવું લાગી રહ્યું છે.

ઓગસ્ટમાં પરિણામ આવી શકે છે - ઉલ્લખેનીય છે કે હાઇકૉર્ટના ચુકાદાથી PSIની પરીક્ષા આડેના વિઘ્નો દૂર થયા છે. તા.12 અને 19 જૂનના રોજ PSIની મેઇન પરીક્ષા લેવાશે. આ પરીક્ષા ગાંધીનગરમાં ત્રણ સેન્ટર ખાતે લેવાશે. પીએસઆઈની 1,389 પોસ્ટ માટે PSIની મેઇન પરીક્ષા લેવાશે. જેમાં 4,200 ઉમેદવારો PSIની મેઇન પરીક્ષા આપશે. આ પરીક્ષાનું ઓગસ્ટમાં ફાઇનલ પરિણામ જાહેર થવાની સંભાવના છે.

Last Updated : Jun 8, 2022, 6:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.