ETV Bharat / city

અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી - ઉગ્ર આંદોલનની ચીમકી

અમદાવાદ (ahmedabad)માં જાહેર માર્ગો પરથી નોનવેજ અને ઈંડાના સ્ટોલ-લારીઓ (Nonveg and egg stalls) હટાવવા મુદ્દે ઓવૈસી (asaduddin owaisi)ની પાર્ટી AIMIMએ વિરોધ કર્યો છે અને ઉગ્ર આંદોલન (protest)ની ચીમકી આપી છે. બીજી તરફ આ મામલે કોંગ્રેસે (congress) મૌન ધારણ કર્યું છે.

અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી

author img

By

Published : Nov 16, 2021, 10:21 PM IST

  • ઈંડા-નોનવેજની લારીઓ હટાવવા મામલે રાજકારણ તેજ
  • મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે ધારણ કર્યું મૌન
  • AIMIMએ ધરણા પ્રદર્શન કર્યું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (ahmedabad municipal corporation)ના કર્મચારીઓએ મંગળવારથી જાહેર માર્ગો પરથી નોનવેજ સ્ટોલ (nonveg stalls)) હટાવવાનું શરૂ કરી દીધું છે. મહાનગરપાલિકા (corporation)ના આ નિર્ણયને કારણે નાના-મોટા ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તો હવે આ મામલે રાજકારણ પણ તેજ બન્યું છે. ગુજરાત (gujarat)ની મુખ્ય વિપક્ષી પાર્ટી કૉંગ્રેસે આ મામલે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ ઓવૈસીની પાર્ટી AIMIMએ આંદોલનની ચીમકી આપી છે.

મેયરને મળીને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMએ ચીમકી આપી છે કે જો નોનવેજના સ્ટોલ હટાવવામાં આવશે તો તેઓ આંદોલન (protest) કરશે. AIMIM અમદાવાદના પ્રમુખ શમસાદ પઠાણે (shamshad pathan) પણ તેમની પાર્ટીના કાઉન્સિલરો સાથે ધરણા પ્રદર્શન કર્યું છે. એટલું જ નહીં AIMIMના નેતાઓએ મેયર અને ડેપ્યુટી મેયર (ahmedabad mayor and deputy mayor)ને મળીને યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે.

અમદાવાદ: નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે મેયરને ઈંડા આપી વિરોધ, ઉગ્ર આંદોલનની AIMIMની ચીમકી

અમદાવાદ શહેરમાં આંદોલન ઉગ્ર કરવામાં આવશે

AIMIM અમદાવાદના ચીફ એડવોકેટ શમશાદ પઠાણે કહ્યું કે, અમારો પક્ષ અમદાવાદમાં ઇંડા અને માંસાહારી લારીવાળા લોકોના સમર્થનમાં સંપૂર્ણ રીતે ઉભો છે. અમદાવાદમાં કોઈ ઈંડા કે નોન વેજની લારીવાળાને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો અમદાવાદમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. એટલું જ નહીં આગામી દિવસોમાં AIMIM દ્વારા આ સ્ટોલવાળા લોકોનો સર્વે કરવામાં આવશે. અમારી ટીમ જે સ્ટોલ પાસે લાઇસન્સ નથી તેમને લાઇસન્સ મેળવવામાં મદદ કરશે.

મેયરને ઈંડા આપી અનોખો વિરોધ

AMC દ્વારા અમદાવાદમાં જાહેર માર્ગો પરથી ઇંડા અને માંસ-માછલીના સ્ટોલ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો, ત્યારથી AIMIM પાર્ટી આક્રમક બની છે. કોર્પોરેશનના આ નિર્ણયના વિરોધમાં ઓવૈસીના પક્ષે મેયર કિરીટ પરમારને ઈંડા આપીને અનોખો વિરોધ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું છે.

ઇલેક્શનમાં ફાયદો ઉઠાવવા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે - મેયર

આ અંગે અમદાવાદ શહેર મેયર કિરીટ પરમારે કહ્યું કે, "AIMIM અને કૉંગ્રેસ પાસે કોઈ મુદ્દો રહ્યો નથી અને સમજના અભાવે આ મુદ્દો તેમણે ઉઠાવ્યો છે. ઈલેક્શનમાં ફાયદા ઉઠાવવા માટે આ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે."

આ પણ વાંચો: અમદાવાદમાં રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવાનો નિર્ણયનો વિરોધ, આવતીકાલે હાઇકોર્ટમાં જશે લારી- ગલ્લા પાથરણા સંઘ

આ પણ વાંચો: અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, શહેરના કુલ 14 સ્થળોએ દરોડા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.