ETV Bharat / city

Protest Against Owaisi In Ahmedabad : જુહાપુરાના સ્થાનિકોએ લગાવ્યા નારા ' ઔવેસી તુમ વાપસ જાઓ', જાણો કેમ થયો વિરોધ

author img

By

Published : Apr 14, 2022, 8:47 PM IST

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીનો (Asaduddin Owaisi in Ahmedabad )અમદાવાદના મુસ્લિમબહુલ વિસ્તારમાં મોટો વિરોધ (Protest Against Owaisi In Ahmedabad)થયો હતો. શા માટે અને કોણે કર્યો વિરોધ તે જાણવા ક્લિક કરો.

Protest Against Owaisi In Ahmedabad : જુહાપુરાના સ્થાનિકોએ લગાવ્યા નારા ' ઔવેસી તુમ વાપસ જાઓ', જાણો કેમ થયો વિરોધ
Protest Against Owaisi In Ahmedabad : જુહાપુરાના સ્થાનિકોએ લગાવ્યા નારા ' ઔવેસી તુમ વાપસ જાઓ', જાણો કેમ થયો વિરોધ

અમદાવાદ : AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસી (AIMIM National President Asaduddin Owaisi)આજે ગુજરાતમાં (Asaduddin Owaisi in Ahmedabad )આવ્યાં છે. ત્યારે તેમને ભારે વિરોધનો સામનો પણ કરવો પડ્યો છે. ઔવેસી અમદાવાદમાં શાંતિપુરા ઇફતારીમાં જવા માટે નીકળવાના હતાં તે પહેલાં મક્તમપુરાના લોકો બેનરો અને કાળા ઝંડા લઇને ઔવેસીનો વિરોધ (Protest Against Owaisi In Ahmedabad)કરતાં આવી પહોંચ્યાં હતાં.

મક્તમપુરાના લોકોનો બેનરો અને કાળા ઝંડા લઇને ઔવેસીનો વિરોધ

અમદાવાદના જુહાપુરામાં ઔવેસીનો વિરોધ- અમદાવાદમાં મુસ્લિમબહુલ વિસ્તાર જુહાપુરામાં સ્થાનિકોએ ઔવેસીનો વિરોધ કર્યો હતો.વિરોધ કરતાં સ્થાનિકોમાં મહિલાઓ પણ હતી. તેઓ ઔવેસીને પાછા જવાનું કહેતાં હાય હાયની નારાબાજી કરી રહ્યાં હતાં.

વિરોધ પ્રદર્શનનું કારણ- અસદુદ્દીન ઔવેસી સાંજે ઇફતાર પાર્ટીમાં જવા નીકળ્યાં ત્યારે તેમના કાફલાને ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સાંજના સાડાપાંચના શુમારે થયેલા આ વિરોધના મુદ્દે જાણવા મળે છે કે એમઆઈએમના મક્તમપુરાથી ચૂંટાયેલા કોર્પોરેટરો સુહાના મનસૂરી, ઝૈનબ શેખ અને ઝૂબેરખાને જે વાયદાઓ કર્યાં હતાં તેમણે કોઇ કામ કર્યું નથી તેથી સ્થાનિકો દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એઆઈએમઆઈએમના કોર્પોરેટરો સામેના અસંતોષને દર્શાવવા માટે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઔવેસીનો કાળા ઝંડા અને બેનરો દર્શાવી વિરોધ (Protest Against Owaisi In Ahmedabad)કરવામાં આવ્યો હતો. આ વિરોધના વાતાવરણ વચ્ચે ઔવેસીનો કાફલો મુશ્કેલીથી નીકળી શક્યો હતો.

ઔવેસીને પાછા જવાનું કહેતાં હાય હાયની નારાબાજી કરી

આ પણ વાંચોઃ Asaduddin Owaisi in Ahmedabad : ઔવૈસીની અમદાવાદમાં ગર્જના, હિંસા થઇ તેમાં રાજ્ય સરકાર જવાબદાર, વિધાનસભા ચૂંટણી લડીશું

ઔવેસી ગુજરાતની મુલાકાતે છે -આપને જણાવીએ કે AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ વહેલી સવારે અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. રમઝાન માસની ઇફતારીના કાર્યક્રમમાં અમદાવાદના શાંતિપુરામાં AIMIMના કાર્યકર્તાઓ સાથે ઇફ્તારી કરવાનો કાર્યક્રમ લઇને તેઓ ગુજરાતમાં આવ્યાં છે. અમદાવાદમાં તેમણે માધ્યમો સાથેની વાતચીતમાં ઔવેસીએ ગુજરાતમાં આવવાના પ્રયોજન વિશે જણાવ્યું કે લાંબા સમયથી ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓને મળ્યાં નથી તેથી અને આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં AIMIM કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા આવ્યો છું. તેમણે ઉમેર્યું હતું કે હવે તેઓ ગુજરાત આવતાં રહેશે.

આ પણ વાંચોઃ Violence on Ram navami : AIMIM પ્રમુખ ઓવૈસીએ રામ નવમી પર હિંસક ઘટનાઓ અંગે શું આપ્યું નિવેદન, જાણો...

વહેલી સવારે અમદાવાદ આવ્યાં ઔવેસી - રમઝાન માસની ઇફતારીના કાર્યક્રમમાં આવ્યાં હોવાથી અસદુદ્દીન ઔવેસી અમદાવાદના શાંતિપુરામાં AIMIMના કાર્યકર્તાઓ સાથે ઇફ્તારી કરવાના છે. અમદાવાદ એરપોર્ટ પર આવીને તેઓ સીધા આવી પહોંચ્યા છે. એરપોર્ટથી ખાનપુર વિસ્તારની એક હોટલમાં રોકાણ માટે રવાના થયાં હતાં આ પહેલાં એરપોર્ટ પર માધ્યમો સાથેની વાતચીતમાં ઔવેસીએ ગુજરાતમાં આવવાના પ્રયોજન વિશે જણાવ્યું કે લાંબા સમયથી ગુજરાતમાં પાર્ટીના કાર્યકર્તાઓને મળ્યાં નથી તેથી અને આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભમાં AIMIM કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા આવ્યો છું. તેમણે ઉમેર્યું કે હવે તેઓ ગુજરાત આવતાં રહેશે. તેમનો પક્ષ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ મજબૂતીથી ઝૂકાવશે (AIMIM will contest Gujarat Assembly Elections 2022 )તેવું ઔેવેસીએ સ્પષ્ટ કરી દીધું છે ત્યારે વિધાનસભા ચૂંટણી જંગમાં વધુ એક સ્પર્ધા ઊભી થવા જઇ રહી છે. ઔવેસીએ તાજેતરમાં હિંમતનગર અને ખંભાતમાં રામનવમીના દિવસે થયેલી હિંસા માટે ( Owaisi's statement on communal violence in Himmatnagar and Khambhat) રાજ્ય સરકારને દોષ દેતાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આ હિંસાને ધાર્યું હોત તો રોકી શકી હોત.

આગામી ચૂંટણીઓને લઇને રાજકીય માહોલમાં ઔવેસીની આજની મુલાકાત અને તેમના પક્ષ સામે સ્થાનિક લોકોનો વિરોધ (Protest Against Owaisi In Ahmedabad)આ બંને બાબતો ગુજરાતના રાજકારણમાં નવા આયામની શક્યતા દર્શાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.