અમદાવાદઃ અમદાવાદ પોલીસ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે PESO એ સરકારની માન્યતા પ્રમાણેની કંપની છે અને તેને નક્કી કરેલા નિશાનવાળા જ બોક્સના ફટાકડા ફોડવાના છે. તે સિવાયના ફટાકડાના વેચાણ કે ફોડવા પર પ્રતિબંધ છે.
શું છે અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું
દિવાળી દરમિયાન રાતના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. વધુ અવાજ કરનારા અને ફટાકડાની લૂમ વહેચી કે ફોડી શકાશે નહીં. પ્રદૂષણ રોકવા PESOનું માર્કિંગ ફટાકડાના બોક્સ ઉપર ફરજિયાત હોવું જોઈએ. હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, કોર્ટ કે ધાર્મિક સ્થળ પાસે ફટાકડા નહીં ફોડી શકાય વિદેશી ફટાકડાના વેચાણ અને ફોડવા પર પણ પ્રતિબંધ ઓનલાઈન વેબસાઈટ પર ફટાકડા વેચાણ પર પ્રતિબંધ ચાઈનીઝ તુક્કલ અને બલુનના વેચાણ તથા તેને ઉડાવવા પર પણ પ્રતિબંધ આગ લાગવાની સંભાવના હોય ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં PESO એ નક્કી કરેલ નિશાન વાળા જ ફટાકડા વેચાણ કે ફોડી શકાશે |
- નવી 21 અરજી આવી જેમાંથી 15ને જ પરવાનગી આપવામાં આવી
અમદાવાદ પોલીસ દ્વારા વર્ષોથી ફટાકડાનું વેચાણ કરતાં 225 વેપારીઓ જોડાયેલાં છે. તે ઉપરાંત આ વર્ષે 21 નવી અરજી ફટાકડાના વેચાણ માટે આવી હતી. જેમાંથી 15ને જ પરવાનગી આપવામાં આવી હતી. હજુ 6 વેપારીઓની અરજી બાકી છે જેને પરવાનગી આપવામાં આવી નથી.
- લાયસન્સ વિના ફટાકડાના વેચાણ કરનાર પર પોલીસ કાર્યવાહી કરશે
પોલીસ કંટ્રોલ રૂમના DCP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે લાયસન્સ વિના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે. અને જો કોઈ લાયસન્સ વિના ફટાકડા વેચતુ હશે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ શહેરમાં અનેક સ્થળો પર જાહેરમાં ફટાકડાનું વેચાણ થાય છે જેનું લાયસન્સ છે કે નહીં તે પ્રશ્ન છે. આ ઉપરાંત શહેરમાં નક્કી કરેલા ધારાધોરણ મુજબ અને નક્કી કરેલા સમય કરતા વધુ સમય ફટાકડા કોઈ ફોડશે તો તેની સામે જાહેરનામા ભંગ અને એક્સપલોઝીવ એક્ટ હેઠળ ગુનો નોંધાશે.