ETV Bharat / city

ગુજરાત હાઈકોર્ટની પહેલ: હવે કેદીઓ કેસની અરજીનું પોતે જ કરી શકશે ઈ-ફાઈલિંગ, LIVE જોઈ શકશે કોર્ટની કાર્યવાહી - e-filing for prisoners

હાઇકોર્ટ દ્વારા રાજ્યની તમામ જેલમાં કેદીઓના કેસની કાર્યવાહીનું જીવત પ્રસારણ કેદીઓ જોઈ શકે તે માટે હવે જેલમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. હવે સામાન્ય વ્યક્તિની જેમ કેદી પણ પોતાના કેસની કાર્યવાહી જેલમાંથી જોઈ શકશે. હાઇકોર્ટે રાજ્યના ગૃહવિભાગને વિનંતી કરી છે કે, ગુજરાત હાઇકોર્ટેના કેસોનું જીવંત પ્રસારણ કરવામાં આવે છે અને જ્યારે પણ જેલના કોઈ કેદીના કેસની કાર્યવાહી હાઇકોર્ટેમાં ચાલવાની હોય ત્યારે તે કેસના જીવંત પ્રસારણને જે-તે કેદીને બતાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવે. આ સેવાના પરિણામે દરેક કેદીને પોતાના કેસમાં શું કાર્યવાહી થઈ તે જાણવાનો વિશેષ લાભ મળી શકશે.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ
author img

By

Published : Aug 16, 2021, 1:43 PM IST

  • ગુજરાત હાઈકોર્ટે જેલના કેદીઓ માટે શરુ કરી E-સેવા
  • કેદીઓ કેસની કાર્યવાહીનું જોઈ શકશે જીવંત પ્રસારણ
  • કેદીઓના પરિવારજનોને અપાશે ઈમેઈલથી અપડેટ

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ દેશની સૌપ્રથમ હાઈકોર્ટ છે, જે પોતાની ન્યાયપદ્ધતિને વધુ પારદર્શક અને સરળ બનાવી રહી છે. ગુજરાત હાઈકોર્ટે સૌપ્રથમ તમામ કોર્ટ રૂમનું જીવંત પ્રસારણ શરૂ કરીને એક આગવી પહેલ કરી હતી. જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, આ પહેલથી લોકોમાં ન્યાયપાલિકા અંગેનો વિશ્વાસ વધશે. અને હાઇકોર્ટેમાં પારદર્શિતા જળવાઈ રહેશે. હાઇકોર્ટમાં તમામ કોર્ટ રૂમનું જીવંત પ્રસારણ યુટ્યુબ પર થઈ રહ્યું છે. ત્યારબાદ ચીફ જસ્ટિસ વિક્રમનાથે હવે વ્યવસ્થા સરળ બનાવવા માટે E-સેવા શરૂ કરી છે. જેમાં તમામ પક્ષકરો, વકીલો અને પાર્ટી ઇન પર્સનએ ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે. તેઓને હાઇકોર્ટ લુધી આવવાની જરૂર રહેતી નથી. તેમને મુદત અને ઓર્ડરની કોપી જેવી તમામ વિગતો ઓનલાઈન હાઇકોર્ટની વેબસાઇટ પર જ મળી રહેશે. આ પ્રકારની સેવા શરૂ કરનારી દેશની સૌપ્રથમ ગુજરાત હાઈકોર્ટ છે.

પેરોલ, ફરલો, જામીન જેવી અરજી માટે કેદીઓ જેલમાંથી કરશે E-FILLING

હવે જેલના કેદીઓ માટે ગુજરાત હાઈકોર્ટે વધુ એક પહેલ કરી અને નવી વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે કે, હવે કોઈ પણ કેદી જેલમાંથી જ પેરોલ, જામીન અને ફરલો માટેની અરજી કરી શકશે. તેના માટે તેને કોઈ બહારના વ્યક્તિની મદદની જરૂર રહેશે નહીં. આ માટે જેલના કાનૂની સહાયતા કેન્દ્રની મદદ લેવામાં આવશે. જેમાં તેઓ કેદીના પરિવારજનોનો મોબાઈલ નંબર કે ઇમેઇલ એડ્રેસ લઈને તમામ વિગતો મોકલવામાં આવશે. જ્યાં સુધી કેસ પૂરો નહીં થાય ત્યાં સુધી કોમ્પ્યુટર આ કેસની તમામ વિગતો અપડેટ કરીને કેદીના પરિવારના સભ્યોને મોકલતું રહેશે. આ સેવા ચીફ જસ્ટિસ વિક્રમનાથના વરદ-હસ્તે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે એડિશનલ જેલના ડિજી સુપ્રીડેન્ટ ડો. કે. એલ. એન. રાવની ઉપસ્થિતમાં શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો- ગુજરાત હાઈકોર્ટમાં કેસના ફિઝિકલ ફાઈલિંગ માટે 5 કાઉન્ટર શરૂ કરાયા

સમગ્ર રાજ્યના કેદીઓ માટે Email My Case Status સેવા

રાજ્યની અલગ-અલગ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓએ પોતાના કેસનું સ્ટેટસ જોવા માટે કોઈનો સંપર્ક ન કરવો પડે તે પ્રકારની પણ વ્યવસ્થા હવે તમામ જેલમાં ઉપલબ્ધ હશે. જેથી કેદીને પોતાના કેસનું સ્ટેટસ પણ જેલમાંથી જાણી શકાશે. સાથે જ તે કેસમાં શું પ્રોસેસ થઈ રહી છે તેની વિગતો પણ ત્યાં મળી રહેશે. રાજ્યની સમગ્ર જિલ્લાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટની આ સેવા માટે એક ઇમેલ એડ્રેસ તેમજ મોબાઈલ નંબરની નોંધ કરવાની રહેશે. જે ઇમેલ એડ્રેસની મદદથી જે-તે જેલમાં રહેતા કેદીઓના કેસોને Email My Case Status સેવામાં જેલ દ્વારા ઉમેરવામાં આવશે. આ પ્રકારે ઉમેરેલા સમગ્ર કેસની આગામી તારીખ, દરેક તારીખે થયેલી કાર્યવાહી, તે કેસમાં આપવામાં આવેલા હુકમ કે ચુકાદા તેમજ તે કેસ પૂર્ણ થયાની માહિતી ઈમેલ દ્વારા જે-તે કેસને ગુજરાત હાઇકોર્ટના કોમ્પ્યુટર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.