ETV Bharat / city

રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં - વડાપ્રધાન અમદાવાદમાં ઉચ્ચ પદાધિકારીઓ સાથે બેઠક યોજશે

તૌકતે વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળી હતી. વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. આ સ્થિતિને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યની મુલાકાત લીધી હતી. વડાપ્રધાને રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વડાપ્રદાન અમદાવાદ આવશે. અહીં તેઓ રાજ્યના મુખ્ય પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. આ સાથે જ વાવાઝોડાથી થયેલા નુકસાનને લઈને વડાપ્રધાન આર્થિક સહાય પણ જાહેર કરે તાવી શક્યતા છે.

રાજ્યમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા વડાપ્રધાન મોદી આજે ગુજરાતમાં

author img

By

Published : May 19, 2021, 3:02 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યની મુલાકાતે
  • વડાપ્રધાને મુખ્યપ્રધાન સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું હવાઈ નિરીક્ષણ કર્યું
  • વડાપ્રધાને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા અને શહેરની સમીક્ષા કરી હતી

અમદાવાદઃ રાજ્યમાં તૌકતે વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું હતું ત્યારે વાવાઝોડા બાદ સમગ્ર રાજ્યની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવારે રાજ્યની મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાને સૌથી અસરગ્રસ્ત થયેલા શહેર અને જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી રાજ્યના દરિયાકાંઠાના ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી ખૂબ જ પ્રભાવિત થયા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ખૂબ જ નુકસાન થયું છે. આ સમગ્ર સ્થિતિને જોતા વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા છે.

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરથી તૌકતે વાવાઝોડાનું કરશે હવાઇ નિરીક્ષણ

વડાપ્રધાન અમદાવાદમાં રાજ્યના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે

વડાપ્રધાને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે કેન્દ્રશાસિત પ્રદેશ દીવનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ વડાપ્રધાન અમદાવાદ આવશે અને અહીં તેઓ રાજ્યના મુખ્ય પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ રાજ્ય માટે આર્થિક સહાયની જાહેરાત કરે તેવી શક્યતા છે.

વડાપ્રધાને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા અને શહેરની સમીક્ષા કરી હતી

આ પણ વાંચોઃ ભાવનગર વડાપ્રધાન પહોંચીને વાવાઝોડા વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ કરવા નીકળ્યા

વડાપ્રધાન રાજ્ય સરકારની કામગીરીની પ્રશંસા કરે તેવી શક્યતા
પોતાના હોમસ્ટેટમાં વડાપ્રધાન તૌકતા વાવાઝોડાને લઈને રાજ્ય સરકાર તેમ જ અહીંના વહીવટી અધિકારીઓ ખૂબ જ સક્રિય રહ્યા હતા. કેન્દ્રની સીધી દેખરેખમાં આગોતરા આયોજન અને થોડી એક્શનથી જાનમાલની મોટી હાની નિવારી શકાઈ છે. તે બદલ વડાપ્રધાન રાજ્ય સરકારની પ્રશંસા કરે તેવી પણ સંભાવના છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.