ETV Bharat / city

કોરોના દર્દીને પ્લાઝ્મા ડોનેટ વધુ થાય તે માટે રેડ ક્રોસ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન - પ્લાઝમા ન્યૂઝ

ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વકરી રહ્યો છે, ત્યારે કોરોનાથી માંદગીમાં સપડાયેલા લોકો પણ હોસ્પિટલમાં વધુ દાખલ થઇ રહ્યા છે. કોરોનાના દર્દીને પ્લાઝમા ડોનેટ કરીને તેને રિકવર કરી શકાય તેના માટે અનેક બ્લડ બેંકો કાર્યરત છે. જેમાંની સૌથી જૂની અને જાણીતી રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેડ ક્રોસ બ્લડ બેન્કે યોજ્યો પત્રકાર પરિષદ

author img

By

Published : Apr 3, 2021, 7:54 PM IST

  • રેડ ક્રોસ બ્લડ બેન્કે યોજ્યો પત્રકાર પરિષદ
  • પ્લાઝમા ડોનેટની સંખ્યા ઘટતા લોકો વધુ પ્લાઝમા ડોનેટ કરે તે માટે અપીલ કરાઈ
  • કોરોનાને કારણે બ્લડ બેન્કમાં 44 ટકા બ્લડની અછત સર્જાઈ

અમદાવાદ: થેલેસીમિયાના બાળકો માટે બ્લડ એ ખુબ જ જરૂરી બને છે, ત્યારે બ્લડ ડોનરો વધુમાં વધુ બ્લડ ડોનેટ કરે તે હેતુસર સૌથી જૂની અને જાણીતી સંસ્થા રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં વધતા જતા કોરોનાના કેસને લઇ સ્વૈચ્છિક દાતાઓમાં ઘટાડો થયો છે તેમ જણાવવામાં આવ્યું હતું. આજની પેઢી અને નવ યુવાનો મોટી સંખ્યામાં મતદાન કરે તેવી ડોક્ટરોએ અપીલ કરી હતી.

પ્લાઝમા ડોનેટની સંખ્યા ઘટતા લોકો વધુ પ્લાઝમા ડોનેટ કરે તે માટે અપીલ કરાઈ

આ પણ વાંચો: સકારાત્મક સુરતઃ વધુ 42 રત્ન કલાકારોએ પ્લાઝમા દાન કર્યું

લોકો વધુ પ્લાઝમા ડોનેટ કરે તે માટે અપીલ કરાઈ

દિવાળી સમયે પ્લાઝમા ડોનરો વધુ આવ્યા હતા અને રેડ ક્રોસમાં એક હજારથી વધુ લોકોએ પોતાનું પ્લાઝમા ડોનેટ કર્યું હતું. જ્યારે છેલ્લા એક મહિનામાં પ્લાઝમા ડોનરોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, સાથો-સાથ રેડ ક્રોસમાં રોજના દસથી વધુ વ્યક્તિઓ પોતાના સંબંધીઓ માટે પ્લાઝમા મેળવવા માટે આવી રહ્યા છે, ત્યારે વધુમાં વધુ લોકો બ્લડ ડોનેટ કરે તેવી અપીલ કરી છે.

કોરોનાને કારણે બ્લડ બેન્કમાં 44 ટકા બ્લડની અછત સર્જાઈ

આ પણ વાંચો: પોઝિટિવ વલસાડઃ બ્લડ બેન્કમાં 13 લોકોએ કર્યું પ્લાઝમા ડોનેટ, 22 લોકોને મળ્યું નવું જીવન

પ્લાઝમા ડોનેટ કરવા હોય તો, વ્યક્તિને લેવા મુકવા માટે ગાડીની વ્યવસ્થા કરી છે

આ મામલે બ્લડની અછત સર્જાતા બ્લડ બેન્ક દ્વારા નવી શરૂઆત કરવામાં આવી છે. જેમાં બે-ત્રણ વ્યક્તિ બ્લડ ડોનેશન કરવા ઇચ્છતા હશે તો પણ બ્લડ બેન્કની ગાડી જો તે જગ્યાએ જશે અને બ્લડ કલેક્શન કરશે. લોકોમાં હાલ બહાર નીકળવાનો ભય છે. જે વ્યક્તિ કોરોના પોઝિટિવ થઇને સાજા થયા હોય તેવા વ્યક્તિઓને પ્લાઝમા ડોનેટ કરવા હોય તો તેવા વ્યક્તિને લેવા મુકવા માટે પણ ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.