ETV Bharat / city

President Gujarat Visit: દરેક નાગરિક સમાન ન્યાય મેળવવાનો હકદાર છેઃ રાષ્ટ્રપતિ - Supreme Court CJI N. V. Ramanna

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (President Gujarat Visit) ખાતે યોજાયેલી નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સમાં (President in National Judicial Conference) ઉપસ્થિત રહ્યા હતા. અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સુપ્રીમ અને વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

President Gujarat Visit Update: દરેક નાગરિક સમાન ન્યાય મેળવવાનો હકદાર છેઃ રાષ્ટ્રપતિ

author img

By

Published : Apr 9, 2022, 11:08 AM IST

Updated : Apr 12, 2022, 11:11 AM IST

અમદાવાદઃ કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે (President Gujarat Visit) આજથી 2 દિવસ નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનું આયોજન (President Gujarat Visit) કરવામાં આવ્યું હતું. ત્યારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાર્યક્રમનો પ્રારંભ (President in National Judicial Conference) કરાવ્યો હતો. આ કોન્ફરન્સમાં અહીં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રિય કાયદા પ્રધાન કિરણ રિજિજૂ, સુપ્રીમ અને વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે મહાનુભાવોનું કર્યું સ્વાગત

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સંબોધન - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું સોશિયલ સર્વિસમાં આવ્યો તે પહેલા મેં દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં મેં પ્રેક્ટિસ કરી હતી. ન્યાય વ્યવસ્થામાં આપણી પાસે સુપ્રીમ વ્યવસ્થા છે. દરેક લોકો ન્યાય મેળવવાના હકદાર છે. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોના મહામારીથી આપણી લડાઈ હજી ચાલુ છે.

આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની
આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Governor Acharya Devvrat at the National Judicial Conference) આ કોન્ફરન્સમાં સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર યોજાયેલી આ કોન્ફરન્સ આગામી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થશે. ભારતના લોકતંત્ર માટે સંસદ, સરકાર અને ન્યાય તંત્ર ખૂબ જ મહત્વના છે. આ ત્રણેયનું પરસ્પર સંકલન ખૂબ જ જરૂરી છે. જો સરકાર અને ન્યાય તંત્ર એક સૂત્રમાં પરોવાઈને બંધાઈને મનની એકતા અને પવિત્રતા સાથે જોડાઈને કામ કરે છે. તો તે રાષ્ટ્રને વિકાસ અને ઉન્નતિને કોઈ રોકી ન શકે. જ્યારે પણ દેશ પર આપત્તિ આવી છે. ત્યારે ન્યાય તંત્રએ પોતાની જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. કોરોના કાળમાં ન્યાય તંત્રએ આ જવાબદારીને નિભાવી હતી.

વડોદરા એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું આગમન
વડોદરા એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું આગમન

CJIનું સંબોધન- સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્નાએ (Supreme Court CJI N. V. Ramanna) જણાવ્યું હતું કે, હું આજે પહેલી વખત ગુજરાત આવ્યો છું. ગુજરાતનો ઈતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મોટામાં મોટા વિવાદનું સમાધાન સંવાદથી આવી શકે છે. ADRના માધ્યમથી લોકોની ફરિયાદોનું સમાધાન થશે. દેશે કોરોના કાળમાં ટેકનોલોજીનો સારો ઉપયોગ કર્યો હતો.

રાજ્યપાલે રાષ્ટ્રપતિનું કર્યું સ્વાગત
રાજ્યપાલે રાષ્ટ્રપતિનું કર્યું સ્વાગત

મુખ્યપ્રધાનનું સંબોધન- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં (CM Bhupendra Patel at the National Judicial Conference) જણાવ્યું હતું કે, સરદાર પટેલ એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રતિક છે. આ કોન્ફરન્સ માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી સિવાય કોઈ ઉત્તમ સ્થાન ન હોઈ શકે. સરદાર વલ્લભભાઈ પટેલે મિડિએશન એટલે કે મધ્યસ્થીકરણથી સમગ્ર દેશને એક કરીને આગવી મિશાલ પ્રસ્તુત કરી હતી. પક્ષકારો વચ્ચેના વિવાદોને અંત લાવવામાં મધ્યસ્થીકરણ કરનારા વ્યક્તિ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના દરેક જિલ્લામાં મિડીએશન સેન્ટર કાર્યરત્ છે. પારિવારિક વિવાદોનું નિવારણ કોર્ટ-કચેરીની બહાર પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગિરીથી સમાધાન માટે 'ફેમિલી ફર્સ્ટ, સમજાવટનું સરનામું' કોન્સેપ્ટ અપનાવ્યો છે.

વડોદરા એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું આગમન
વડોદરા એરપોર્ટ પર રાષ્ટ્રપતિનું આગમન

ડિજિટલ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતે ઈન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસરતા પ્રસ્થાપિત કરી છે. ગુજરાત ડિજિટલ ઈન્ડિયાના સંકલ્પને પૂર્ણ કરી રહ્યું છે. કોરોના મહામારીની વચ્ચે પણ કોઈ ન્યાયથી વંચિત ન રહે તે માટે સરકારે ઓનલાઈન કોર્ટ કાર્યવાહીમાં સરકારે સહયોગ આપ્યો છે.

આ પણ વાંચો- Madhavpur Fair 2022: માધવપુર મેળા માટે તૈયારી પૂરજોશમાં, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત

આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની - ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે (Gujarat High Court Chief Justice Arvind Kumar ) સંબોધનમાં જણાવ્યું હતું કે, આ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની છે. અહીં 2 દિવસ દરમિયાન મીડિએશન અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી વિષય પર ચર્ચા કરવામાં આવશે. અહીં આટલા મહાનુભાવો આવ્યા છે. તેમની પાસેથી સારું માર્ગદર્શન મળી શકશે. કોન્ફરન્સમાં બીજા દિવસે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધન કરશે.

વિવિધ ન્યાયાધીશોના માર્ગદર્શન બાદ આ કોન્ફરન્સ યોજાઈ- ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે (Gujarat High Court Chief Justice Arvind Kumar ) સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, ન્યાયાધીશ એલ. નાગેશ્વર, ન્યાયાધીશ એસ. અબ્દુલનઝિર, ન્યાયાધીશ એમ. આર.શાહ, ન્યાયાધીશ વિક્રમનાથ, ન્યાયાધીશ બેલાબેન ત્રિવેદી અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આ કોન્ફરન્સને યોજવા માટે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. ન્યાયાધીશ એમ. આર.શાહ તમામ માટે પ્રેરણારૂપ છે.

કેન્દ્રિય પ્રધાનનું સંબોધન- કેન્દ્રિય કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રિજિજુએ (Union Law and Justice Minister Kiran Rijiju) સંબોધનમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં આવીને ગર્વ અનુભવું છું. સરદાર પટેલ અખંડ ભારતના શિલ્પકાર છે. જ્યારે મોદી સરકારે તાત્કાલિક ન્યાય વિતરણ પ્રણાલી માટે પ્રતિબદ્ધ છે. લોકોને ઝડપી ન્યાય જોઈએ છે. જ્યુડિશિયરી તરફથી જે પણ આશા છે તેમાં સંપૂર્ણ યોગદાન મળશે તેવું હું આશ્વાસન આપું છું.

Last Updated : Apr 12, 2022, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.