ETV Bharat / city

હાઇકોર્ટમાં સરકારનો જવાબઃ ફાયર NOC અને BU પરમિશન ન હોય તેના તમામ કનેકશન કાપવા સુધીની તૈયારી - Advocate General Kamal Trivedi

રાજ્યમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન નામદાર High Court સરકાર ફાયર NOC અને BU પરમિશન જેમની પાસે નથી તેમની સામે શું પગલાં લેવામાં આવશે તે મુદ્દે સરકારને પૂછતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આવી ઇમારતોના વીજળી, પાણી અને, ગટરના કનેકશન કાપવા સુધીની પ્રશાસનની તૈયારી છે. BU પરમિશન ન હોય એવી બિલ્ડીંગ્સ તોડવી પડે કે સીલ કરવી પડે તો પણ કરીશું.

હાઇકોર્ટમાં સરકારનો જવાબઃ ફાયર NOC અને BU પરમિશન ન હોય તેના તમામ કનેકશન કાપવા સુધીની તૈયારી

author img

By

Published : Jun 11, 2021, 4:16 PM IST

ફાયર NOC અને BUની અમલવારી મુદ્દે હાઈકોર્ટમાં થઈ સુનાવણી

વીજળી પાણી ગટર કનેકશન કાપવા સુધી સરકારની તૈયારી -એડવોકેટ જનરલ

કાયદો હાથમાં લેનારા લોકોની સામે કાર્યવાહી થવી જોઈએ- કોર્ટ

ટાઈમ ટાઈમ નક્કી કરી યોગ્ય પગલાં લો- કોર્ટ

અમદાવાદઃ ફાયર સેફ્ટી અને બીયુ પરમિશનની અમલવારી સામે આજે નામદાર હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન અરજદારે રજૂઆત કરી હતી કે 15 મીટર સુધીની ફેક્ટરીઓને ફાયર સેફટી લેવાની જરૂરિયાત નહિ હોવાની સરકારની યોજના બિલ્ડીંગ કોડથી સાવ વિપરીત છે. વધુમાં કોર્ટે સરકારને એક ટાઇમ પ્રેમ નક્કી કરી જે ઇમારતો પાસે ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન નથી તેની સામે પગલાં લેવાનું જણાવ્યું હતું કોર્ટે સરકારને પરિસ્થિતિનો ઉકેલ લાવવા કહ્યું છે.

આ પણ વાંચોઃ સરકારના નવા નિયમો મુજબ ગાંધીનગર શહેરમાં 30 સ્કૂલોને ફાયર NOC મરજીયાત

કોર્ટનો સરકારને સવાલ - 10 વર્ષ પછી આવી સ્થિતિ હોવી જોઈએ નહીં.

AMCએ કોર્ટમાં સ્વીકાર્યું હતું કે હાલની પરિસ્થિતિ માટે પોતે જ જવાબદાર છે. વધુમાં કોર્ટે સરકારને જણાવ્યું હતું કે જો બીયુ પરમિશન ન હોય તો ફાયર NOC આપવાનો મતલબ શું? કોર્ટે સરકારને ટાઈમ ફ્રેમ નક્કી કરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. નામદાર હાઈકોર્ટે AMCને ટકોર કરતાં જણાવ્યું હતું કે દસ વર્ષ પછી પણ આવી જ સ્થિતિ ન સર્જાય એ માટે હાલથી જ કામગીરી શરૂ કરવી જોઈએ. વધુમાં કોર્ટે જણાવ્યું છે કે વેલિડ બિલ્ડીંગ યુઝ પરમિશન વિનાની ઇમારતો સામે કડક કાર્યવાહી કરો. કાયદા હાથમાં લેનાર લોકોની સામે કાર્યવાહી પણ કરવી જ જોઈએ. વધુમાં કોર્ટે જણાવ્યું કે તમે કાયદાને નજર અંદાજ કરનાર સામે કાર્યવાહી કરો તેને કાયદાનું ભાન કરાવો.

આ પણ વાંચોઃ Patel Welfare Hospital Fire Accident - આગ લાગવા મામલે નગરપાલિકાએ હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.