ETV Bharat / city

પ્રિ મોન્સૂન કામગીરી: અમદાવાદમાં ચોમાસા દરમિયાન 17 કંટ્રોલરૂમ ઉભા કરવામાં આવશે - Pre-monsoon operations Ahmedabad

અમદાવાદ શહેર કોરોનાની ઝપેટમાં છે, ત્યારે જીવલેણ વાઈરસની મહામારીનાં કારણે ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે વરસાદની સીઝન પણ નજીક છે. એવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે પાલડી કંટ્રોલ રૂમ ખાતે મીટીંગ યોજાઇ હતી.

AMC, Etv Bharat
AMC
author img

By

Published : Jun 2, 2020, 7:00 PM IST

અમદાવાદઃ અમદાવાદ શહેર કોરોનાની ઝપેટમાં છે, ત્યારે જીવલેણ વાઈરસની મહામારીનાં કારણે ઉદ્ભવેલી સ્થિતિ વચ્ચે વરસાદની સીઝન પણ નજીક છે. એવામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેના માટે પાલડી કંટ્રોલ રૂમ ખાતે મીટીંગ યોજાઇ હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા મ્યુનિ. અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. પાલડી સ્થિત મોન્સૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કન્ટ્રોલ રૂમ 24/7 કાર્યરત રહેશે, તેમજ સમગ્ર કામગીરી પર નજર રાખશે. આ અંગે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. જેઓ ચોમાસા સંબંધી તૈયારીઓની સમીક્ષા કરશે.

AMC દ્વારા અમદાવાદમાં સ્માર્ટ કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં મોન્સૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જુના મોન્સૂન કન્ટ્રોલમાં કોરોના કન્ટ્રોલ રૂમ કાર્યરત છે. ત્યારે હવે સ્માર્ટ કમાન્ડ સેન્ટરના કોન્ફરન્સ રૂમમાં નવો મોન્સૂન કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ નવા કન્ટ્રોલ રૂમમાંથી સિટી ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને શહેરના cctv નેટવર્કનું મોનિટરિંગ કરશે.

આ અંગે અમુલ ભટ્ટે જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન તમામ કામગીરીનું મોનિટરિંગ આ કન્ટ્રોલ રૂમમાંથી થશે. કોરોના વચ્ચે પણ AMCના ઈજનેર વિભાગ દ્વારા સતત કામગીરી થઈ રહી છે. કેચપિટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. જે અંતર્ગત 46501 કેચપિટ સાફ થઈ છે. બીજા રાઉન્ડમાં 40 ટકા કામ થયું છે. મુખ્ય કન્ટ્રોલ રૂમ ઉપરાંત ઝોનમાં અન્ય 17 કન્ટ્રોલ રૂમ તૈયાર કરાયા છે. શહેરમાં 17 સ્થળે રેઇન ગેજ મશીન છે. 31 જગ્યાએ વોટર પંપિંગ સ્ટેશન તૈયાર છે. મોટા ભાગની આનુસંગિક તમામ કામગીરી પુર્ણ થવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના 9 અંડર પાસમાં સફાઈ કરી CCTV સેટ કરી દેવાયા છે. ઝોનની માંગણી મુજબ વરુણ પમ્પ મોકલવામાં આવશે. વરસાદી પાણી ભરાતા 159 સ્થળો પર 1227 CCTV સેટ કરવામાં આવ્યા છે. મેલેરિયા અને અન્ય રોગચાળા માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે. તો બીજી તરફ ફાયર બ્રિગેડ વિભાગને સેનેટાઈઝિંગની તમામ કામગીરીમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. આગામી ગુરુવારે સ્ટેન્ડીંગ કમિટી મળશે, જેમાં બાકી કામોને મંજૂરી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.