ETV Bharat / city

જગન્નાથની રથયાત્રા માટે વડાપ્રધાન મોદીએ મોકલી હતી આ ખાસ વસ્તુઓ

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની (Ahmedabad Rathyatra 2022) રથયાત્રા શરૂ થાય એ પહેલા દેશના વડાપ્રધાન મોદીએ (PM Narendra Modi) દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથનો પ્રસાદ (Jagannath Prasadam) દિલ્હીથી મોકલાવ્યો છે. ગુજરાતની રથયાત્રાના ઈતિહાસમાં સૌથી વધારે પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે.

જગન્નાથપુરીની રથયાત્રા શરૂ થાય એ પહેલા વડાપ્રધાન મોદીએ મોકલી આ વસ્તુ

author img

By

Published : Jul 1, 2022, 6:27 PM IST

અમદાવાદઃ કોરોના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યા (Ahmedabad Rathyatra 2022) નીકળ્યા છે. હજારો કિલોનો પ્રસાદ મંદિર દ્વારા બનાવવામાં આવ્યો છે. ગુજરાતની રથયાત્રાના ઇતિહાસમાં સૌથી વધુ પહિંદ વિધિ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથનો પ્રસાદ નરેન્દ્ર મોદીએ ભૂલ્યા (Jagannath Prasadam) વગર મોકલી દીધો છે. માત્ર અમિત શાહ (Home Ministre Amit Shah) જ નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જગન્નાથની રથયાત્રામાં ખૂબ જ આસ્થા રાખે છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સવારે મંગળા આરતીમાં જતા અને પછી રથયાત્રામાં પણ થોડો સમય ભાગ લેતા હતા.

આ પણ વાંચોઃ જાણો જગન્નાથ યાત્રામાં નીકળતા ત્રણેય રથના નામ, સારથી તરીકે અર્જુન પણ હતો

દર વર્ષે મોકલે છે પ્રસાદઃ દિલ્હી સ્થાયી થયા બાદ દર અષાઢી બીજે નરેન્દ્ર મોદી પ્રભુ જગન્નાથને અર્પણ કરવા માટે પ્રસાદ મોકલે છે. સાંજે પણ કાકડી,મગ,ફળફળાદી, મીઠાઈ ભગવાનનો પ્રસાદ મોકલ્યો હતો. સાથોસાથ પ્રસાદ રુપી રથયાત્રાની શુભેચ્છાઓ મોકલી હતી. થોડા દિવસ પહેલા વડાપ્રધાન મોદીના માતા હીરાબાનો જન્મદિવસ હતો. 100માં વર્ષમાં પ્રવેશ કરવાના પ્રસંગે મોદીના પરિવારજનોએ જગન્નાથ મંદિરમાં આવી ખાસ દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત પ્રભુને પ્રિય એવા માલપુઆ તથા દૂધપાકનો પ્રસાદ પણ અર્પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું કર્યું નિરીક્ષણ

અમિત શાહે કરી આરતીઃ આ વખતે રથયાત્રા શરૂ થાય એ પહેલા કેન્દ્રીય પ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરે ખાસ આરતી કરી હતી. તેઓ સામાન્ય વ્યક્તિની જેમ મંદિરમાં બેસી ગયા અને સમગ્ર આરતીનો લાભ લીધો હતો. આરતી બાદ દર્શન કરીને રથયાત્રાના દર્શન કર્યા હતા. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખાસ પહિંદ વિધિ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.