ઉલ્લેખનીય છે કે, અમરાઈવાડી વિધાનસભાના પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા જગદીશ પટેલને ટિકિટ આપીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ તરફથી ધર્મેન્દ્ર પટેલ (ધમાંભાઈ)ને ટિકીટ આપવામાં આવી છે. આમ બંને પક્ષો દ્વારા પાટીદાર ફેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, અમરાઈવાડી વિધાનસભામાં હિન્દી ભાષી સહિત પાટીદાર વોટરોનું પ્રભુત્વ હોવાને કારણે બંને પક્ષોએ પાટીદાર આગેવાનોને ટિકિટ આપીને અમરાઈવાડી વિધાનસભા પર જીતના કાવા દાવા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઘરે ઘરે જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 2017માં યોજયેલ ચૂંટણીના આંકડા પ્રમાણે જોવા જઈએ તો અમરાઈવાડી વિધાનસભામાં કુલ 2,68,373 જેટલા મતદારોની નોંધણી થઈ છે. જેમાં 53.67 ટકા પુરૂષ મતદારો અને 46.33 ટકા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમ સેક્સ રેશિયો 863 મુજબ જાણવા મળ્યું છે. જેમાંથી ફક્ત 62 ટકા જેટલું જ મતદાન અમરાઈવાડી વિધાનસભામાં જોવા મળે છે. જ્યારે આ વર્ષે એટલે કે 2019માં કુલ 2,79,082 મતદારો નોંધાયા છે. જેમાં 1,49, 188 જેટલા પુરુષો અને 1,29,337 જેટલાં મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે કુલ 304 જેટલા ઇવીએમ મશીન મુકવામાં આવ્યા છે.
તમામ વિધાનસભા પેટા ચૂંટણીમાં 21 ફ્લાયઇંગ સ્કોર્ડ, 15 વીડિઓ સર્વેલન્સ ટીમ, 6 વીડિઓ વ્યુઇંગ ટીમ અને 6 હિસાબી ટીમ કાર્યરત કરવામાં આવી છે. વિધાનસભામાં કુલ 240 જેટલા પોલીગ સ્ટેશનમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ 50,000 થી વધુની લીડથી જીત્યા હતા. જ્યારે કોંગ્રેસના અરવિંદ ચૌહાણને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે પેટા ચૂંટણીમાં શુ પરિણામ આવશે તે 24 ઓક્ટોબરના દિવસે જાહેર થશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વિધાનસભાના ધારાસભ્ય હસમુખ પટેલ લોકસભામાં જીત મેળવતા તેઓએ અમરાઈવાડી ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. અમરાઈવાડી વિધાનસભાની બેઠક ખાલી પડતાં ફરીથી પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું મતદાન સોમવારે યોજાશે અને મતગણતરી 24 તારીખને ગુરુવારે યોજવામાં આવશે તેને લઈને અમરાઈવાડી વિધાનસભાની બેઠક ખાલી પડતાં ફરીથી પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું મતદાન આજે સોમવારે યોજાશે અને મતગણતરી 24 ઓક્ટોબરને ગુરુવારે યોજવામાં આવશે.