ETV Bharat / city

Ahmedabad Crime News: વેજલપૂરમાં થયેલી લૂંટનો પોલીસે ઉકેલ્યો ભેદ - vejalpur police

અમદાવાદમાં રિક્ષામાં બેસાડીને લૂંટ ચલાવતી ગેંગ ફરી એક વાર સક્રિય થઈ છે. વેજલપુરમાં ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે થયેલી લૂંટની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. તમામ 4 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા છે. આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે, તેઓએ આ જ રીતે અગાઉ દાણીલીમડા વિસ્તારમાં પણ લૂંટ ચલાવી હતી.

અમદાવાદ
અમદાવાદ
author img

By

Published : Jun 19, 2021, 8:46 PM IST

  • પોલીસે લૂંટમાં ગુનામાં 4 શખ્સોની કરી ધરપકડ
  • મિત્રને આર્થિક મદદ કરવા લૂંટને આપ્યો અંજામ
  • છરીની અણીએ લૂંટને આપતા હતાં અંજામ
  • અગાઉ પણ દાણીલીમડામાં ચલાવી હતી લૂંટ

અમદાવાદ: અમદાવાદમાં લૂંટના ગુનામાં પકડાયેલા 4 આરોપીઓમાંથી મુખ્ય આરોપી રિક્ષાચાલક અબ્દુલ રહીમ શેખને મકાન માલિકને ડિપોઝીટ પેટે 5,000 રૂપિયા આપવાના હોવાથી બાકીનાં 3 મિત્રો પાસે ઉછીના માંગ્યા હતા, પરંતુ મિત્રો પાસે પણ પૈસા ન હોવાથી રીક્ષામાં પેસેન્જરને બેસાડી લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. જે બાદ આરોપીઓ શિકારની શોધમાં અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈને ફરતા હતા. તમામ આરોપીઓએ ભેગા મળીને સોલાનાં કડિયા કામ કરતા મજૂરને ફતેવાડી મેટ્રો સ્ટેશન પાસે લઈ જઈ લૂંટી લીધો હતો.

આ પણ વાંચો: પ્રતિબંધ છતાં ગાંધીનગરમાં ચાલતું હુક્કાબાર, પોલીસે 11 યુવાનોની કરી ધરપકડ

યુવકને છરી બતાવી લુંટ ચલાવી હતી

વેજલપુર પોલીસે અગાઉ આવા જ પ્રકારનાં કેસમાં એક ગેંગની ધરપકડ કરી હતી, ત્યારે ફરી એક વાર એક મજૂર સાથે લૂંટ થઈ હતી. સોલામાં રહેતા 20 વર્ષીય નરેશ ડામોર ધોડાસરથી સરખેજ રીક્ષામાં બેઠા હતા, જેમાં આરોપી ચાલકે રીક્ષાને ફતેવાડી મેટ્રો સ્ટેશન તરફ લઈ જઈ સુમસામ જગ્યાએ રોકીને અન્ય આરોપીઓએ યુવકને છરી બતાવી લૂંટ ચલાવી હતી. સરખેજ પોલીસે આ મામલે આરોપીઓને ઝડપીને લૂંટના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

અમદાવાદ પોલીસે ઉકેલ્યો લૂંટ ભેદનો

આ પણ વાંચો:ગાંધીનગરમાં આતંકી કૃત્ય કરનાર 4 આરોપી વિરુદ્ધ GCTOA એક્ટ હેઠળ ગુનો નોંધાયો

લૂંટમાં વપરાતા બે છરા કબ્જે કર્યા

કાગડાપીઠ તેમજ વેજલપુરમાં આરોપીઓએ ભેગા મળીને બે લોકો સાથે લૂંટ ચલાવી હોવાનુ તપાસમાં સામે આવ્યું છે. સરખેજ પોલીસે આરોપીઓ પાસેથી કાગડાપીઠમાં કરેલી લૂંટમાં મોબાઈલ ફોન તેમજ વેજલપુરમાં કરેલી લૂંટની રોકડ રકમ, ચાંદીનુ કડુ અને મોબાઈલ ફોન સહિત લૂંટમાં વપરાતા બે છરા કબ્જે કર્યા છે. ત્યારે રીક્ષાચાલક સિવાયનાં અન્ય આરોપીઓએ અગાઉ અન્ય કોઈ લૂંટની ધટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.