- મહિલા પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોધાવી ફરિયાદ
- સંસ્થાનો પ્રમુખ કરતો હતો બીભત્સ વાતો
- બીભત્સ વાતો કરી યુવતી સાથે કરતો હતો માંગણી
અમદાવાદ: શહેરમાં પાલડી વિસ્તારમાં SPRAT નામની સંસ્થાના પ્રમુખ વિરુદ્ધમાં સંસ્થામાં જ અગાઉ કામ કરતી યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતી સાથે સંસ્થાનો પ્રમુખ બીભત્સ વાતો કરીને બીભત્સ માંગણીઓ કરતો હતો. જેથી યુવતીએ રાજીનામું આપ્યું છતાં તેના અસલી ડોક્યુમેન્ટ પરત આપ્યા નહતો જે મામલે કંટાળીને યુવતીએ ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.
યુવતીને નોકરી મળ્યા બાદ સિલસિલો થયો શરૂ
ગાંધીનગરમાં એક યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરતી 33 વર્ષીય યુવતીએ 2020ના ઓકટોબર માસમાં SPRAT નામની સંસ્થામાં ફિલ્ડ વર્ક અને સોશ્યલ વર્ક ઓફિસર તરીકે કામ કરતી હતી. યુવતી પાસે નોકરી શરૂ કર્યા બાદ 43000 રૂપિયા ભરવા માટે નહોતા જેથી યુવતીએ તેના ઓરીજીનલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. જે બાદ સંસ્થાના પ્રમુખ હસન ઝોહરે યુવતીને તેના કામ સાથે HRનું કામ કરવા માટે પણ જણાવ્યું હતું. જે મામલે બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. આ દરમિયાન હસં યુવતીને સાથે બીભત્સ વાતો કરીને તેનું અપમાન કરતો હતો.
યુવતી પાસે વારંવાર કરતો હતો બીભત્સ માંગણી
પ્રમુખ હસન અવારનવાર યુવતી સાથે બીભત્સ વાતો કરતો હતો અને તેને બાથમાં ભીડી લેતો હતો અને બીભત્સ માંગણીઓ કરતો હતો. તમામ બાબતોથી કંટાળીને યુવતીએ અંતે રાજીનામું આપી દીધુ હતુ. પરંતુ તેના અસલ ડોક્યુમેન્ટ સંસ્થામાં હતા જે હસન આપતો ન હતો. આમ સમગ્ર મામલે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જે મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.