ETV Bharat / city

આયશા આત્મહત્યા કેસમાં પોલીસે આયશાના પતિ આરિફની રાજસ્થાનથી કરી ધરપકડ

થોડા દિવસ અગાઉ જ અમદાવાદની આયશા નામની યુવતીએ સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારથી આ મુદ્દો ખૂબ જ ચર્ચિત બની ગયો છે. આયશાની આત્મહત્યા બાદ તેનો પતિ આરિફ નાસતો ફરતો હતો. આખરે પોલીસે તેના પતિ આરિફની રાજસ્થાનથી ધરપકડ કરી લીધી છે. આયશાએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તેણે તેના પતિ સામે આક્ષેપ કર્યા હતા.

આયશા આત્મહત્યા કેસમાં પોલીસે આયશાના પતિ આરિફની રાજસ્થાનથી કરી ધરપકડ
આયશા આત્મહત્યા કેસમાં પોલીસે આયશાના પતિ આરિફની રાજસ્થાનથી કરી ધરપકડ
author img

By

Published : Mar 2, 2021, 12:40 PM IST

Updated : Mar 2, 2021, 1:02 PM IST

  • આયશાએ આત્મહત્યા કરી પછીથી તેનો પતિ નાસતોફરતો હતો
  • ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીમાંથી આરિફની કરી ધરપકડ
  • આયશાએ આત્મહત્યા કરતા પહેલા બનાવ્યો હતો એક વીડિયો
    ETV BHARAT
    આયશાના પિતા

અમદાવાદઃ અમદાવાદની સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરનારી આયશાના પતિ આરિફની આખરે ધરપકડ થઈ ગઈ છે. ગુજરાત પોલીસે રાજસ્થાનના પાલીમાંથી આરિફની ધરપકડ કરી છે. આયશાએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. ત્યારથી આરિફ પુત્ર બાબુ ખાન સાથે પાલીમાં ઈન્દિરા કોલોની વિસ્તારમાં પોતાની બહેનના ઘરે છુપાયેલો હતો. જોકે, આ અંગેની જાણકારી મળતા ગુજરાત પોલીસે રાજસ્થાન જઈ આરિફની ધરપકડ કરી હતી. ટ્રાન્સપોર્ટ પોલીસે આરિફની ધરપકડ કરી હતી. ગુજરાત પોલીસ આરિફને પોતાની સાથે લઈ ગઈ હતી.

ETV BHARAT
આયશા
ETV BHARAT
આયશા અને આરિફ

આરિફ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધાયો

ટ્રાન્સપોર્ટ નગર પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, આરિફની સામે પત્નીને હેરાન કરવા અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. આયશાની આત્મહત્યા બાદથી ફરાર આરિફની શોધ ચાલી રહી હતી. આખરે આરિફ રાજસ્થાનથી ઝડપાઈ ગયો છે. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.

Last Updated : Mar 2, 2021, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.